ગોરખીજડીયા વનાળીયા ગામમાં શારદાનગર રૂટ ની બસ કાયમી અને સમયસર આવે તે બાબતે આજ રોજ ગોરખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગૌતમભાઈ મોરડીયા એ બહોળી સંખ્યામાં વિધાથીર્ઓ ને સાથે રાખી મોરબી એસટી ડેપો મેનેજર ને લેખિતમાં રજૂઆત કરી હતી

પાંચ મહિના પહેલા મોરબી તાલુકાના ગોર ખીજડીયા વનાળીયા શારદાનગર રૂટની બસ બંધ કરી દેવામાં આવતા અભ્યાસ અર્થે મોરબી થી આવતાં અને જતાં વિધાથીર્ઓ ને ભારે હાલાકી અને મુશ્કેલીઓ ભોગવવી પડે છે આ બાબતે વિધાથીર્ઓ નાં હિત નેં ધ્યાને લઇ વહેલી તકે આ રૂટ ની બસ ચાલું કરવામાં આવે તેવું લેખિતમાં ગોરખીજડીયા ગ્રામપંચાયત ના સરપંચ ગૌતમભાઈ મોરડીયા જણાવ્યું હતું
