Thursday, January 16, 2025

મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૦૦ દર્દીઓએ લાભ લીધો,૧૧૦ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

 સ્વ.યોગેશભાઈ કીશોરભાઈ કાવર પરિવાર ના સહયોગથી નેત્રમણી કેમ્પ યોજાયો.

અત્યાર સુધી ના ૮ કેમ્પ મા કુલ ૩૦૮૧ લોકોએ લાભ લીધો.

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪–૪-૨૦૨૨ સોમવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૦૦ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૧૦ લોકો ના આવતીકાલે નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા મા આવશે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.


કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,નરેશભાઈ ઠક્કર, અમિત પોપટ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, ફીરોઝ ભાઈ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, શ્રી હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ૭ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૨૭૮૧ લોકો એ લાભ લીધો હતો તેમજ ૧૩૦૨ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા, જ્યારે પ્રવર્તમાન માસ ના કેમ્પ નં-૮ મા કુલ ૩૦૦ દર્દીઓ એ લાભ લીધો હતો તેમજ કુલ ૧૧૦ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા મા આવશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર