ટી સી ફુલતરિયા સાહેબના જન્મ દિવસના રોજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવ્યા
(૧) શોભેશ્વર રોડ મોરબી-૨ વૃદ્ધાશ્રમમાં વડીલોને ૧૫ દિવસ ચાલે તેટલું રાશન આપવામાં આવ્યું જેમાં ખાંડ, તેલ, ગોળ ,ઘી, કઠોળ,વિગેરે જરૂરિયાત જેવી ખાધ્ય સામગ્રી ક્લબના પ્રેસિડેન્ટ લા.ટી સી ફુલત રિયા સેક્રેટરી લા કેશુભાઈ દેત્રોજા પ્રોજેક્ટ ચેરમેન લા પ્રાણજીવન ભાઈ રંગપડીયા મહાદેવ ભાઈ ચિખલિયા હાજર રહી વડીલો સાથે સત્સંગ સભામાં હાજર રહેલ
બીજા સેવાના પ્રોજેક્ટમાં પર્યાવરણ જાગૃતિ માટે રવાપર બોનીપાર્ક પાછળ
બાલાજી હાઇટ્સ ના સાર્વજનિક પ્લોટમાં વૃક્ષા રોપણ નો કાર્ય કર્મ રાખવામાં આવ્યો હતો જેમાં લાયન્સ કલબમાં સભ્યો હાજર રહેલ ત્યારે બાલાજી હાઈટ્સના સભ્યોએ ઝાડને પાણી પાવાની જવાબદારી તેમજ વૃક્ષોના જતન માટે સ્વેચ્છાએ જવાબદારી ઉઠાવી હતી.ત્યારે રીજીયન ચેરપર્સન લા. રમેશભાઇ રૂપાલાએ સર્વેને અભીનંદન આપી ને સેવાના કામને બીરદાવેલ.
આમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ ટી.સી ફૂલતરિયા સાહેબના જન્મ દિવસને સેવાના કામ થકી યાદગાર બનાવેલ
