મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ટેકનોલોજીની મદદથી ખોવાઇ ગયેલ મોબાઈલ શોધી આપી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી
જાણવા મળતી વધુ વિગતો મુજબ મોરબીમાંથી રૂ ૧.૧૧ લાખની કિંમતના ખોવાયેલા 6 મોબાઈલ બી ડિવિઝન પોલીસ દ્વારા આપવામાં આવ્યા હતા અને તે મૂળ માલિકને પરત કર્યા હતા મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢવા ટીમ કાર્યરત હોય દરમીયાન બી ડીવીઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પ્રદીપસિંહ ઝાલાની ટીમે ટેકનીકલ વર્ક આઉટ કરી ઓપો, વિવીઓ અને શાઓમી કંપનીના છ મોબાઈલ શોધી કાઢ્યા હતા અને ૧.૧૧ લાખની કિમતના છ મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત સોપ્યા હતા ત્યારે અરજદારોએ પણ પોલીસ ટીમનો આભાર માન્યો હતો
હાલમા છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાને કારણે લોકો ઠંડીની જગ્યાએ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. પણ હજુ રાજ્યમાંથી શિયાળાએ વિદાય નથી લીધી
રાજ્યમાં પવનોની દિશા બદલાવાને કારણે લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. ગુજરાતમાં પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યાં છે.ત્યારે રાજ્યના હવામાનમાં પલટો આવશે તેની આગાહી...
મોરબીના મકનસર ગામે હીમાલય કારખાનાવાળા ઢાળીયે સ્કાય સીરામીકની બાજુમાં આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૯૪ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે શખ્સોના નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની રેલમછેલ...