ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ સીએનજી રીક્ષાની ચોરી મામલે તપાસ કરવા માટે આરોપીને પકડવા માટે આવ્યા હતા તે દરમિયાન હુમલો કર્યો
હળવદ માળીયા હાઈવે રોડ ઉપર અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ અને સ્ટાફના માણસો પર હળવદના સીએનજી રીક્ષા ચાલક એ ચોરી મામલે તપાસ માં આવતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારી ને ૫ શખ્સોએ બોલાચાલી થતા ક્રાઈમ બ્રાન્ચ ની ખાનગી કાર પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી અને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ હજુ સુધી કોઈ ફરિયાદ કરી નથી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી અને સ્ટાફના માણસો એ અમદાવાદ થી સી એન જી રીક્ષા ની ચોરીની તપાસ મામલે હળવદ તપાસ માં આવેલ હોય તે દરમિયાન હળવદ માળીયા રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે ૫ શખ્સો સામે બોલાચાલી થતા ત્યારે જોતામાં મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ૫ શખ્સોએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની કાર પર હુમલો કરી નાસી છૂટયા હતા અને રિક્ષા કબજે કર્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે પરંતુ શું કારણથી હુમલો કર્યો છે તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી અને તેના સ્ટાફના માણસોને કાર પર હુમલો કરતાં હળવદ તાલુકામાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે ત્યારે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ હજુ સુધી ફરિયાદ કરી નથી પરંતુ હાલ ૫ શખ્સો હુમલો કરીને નાસી છૂટયા હતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા