વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મુળ નવાગામ(લખધીરનગર) ના વતની મોરબી નિવાસી તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર દ્વારા તેમના જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી. તેઓ એ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના શિક્ષક પ્રફુલ્લભાઈ સુંદરજીભાઈ ફેફર ના સુપુત્ર ડો. પ્રિન્સ ફેફરે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, અનિલભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.
મોરબી: જનની જન્મભૂમિ સર્વગાદ અપી ગરિયસી, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.માણસ ભલે ગમે તેવડો મોટો થઈ જાય, ભલે પોતાની જન્મભૂમિ દૂર જાય પણ ક્યારેય પોતાની માતૃભૂમિ ભૂલી શકતો નથી,વતનની માટીને હર હંમેશ યાદ રાખે છે.
એમ મોરબીના બિલિયા ગામના વતની અને હાલ મુંબઈ નિવાસી મહેન્દ્રભાઈ મહેતા બિલિયા પ્રાથમિક...
મોરબી ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસથી દિપડાએ ધામા નાખ્યા છે ત્યારે મોરબીના રાજપર ગામે આ દિપડાએ દેખાડો દિધો હતો ત્યારે ફરી એકવાર મોરબીના નાની વાવડી ગામે દિપડા જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે ખેત શ્રમિકે દિપડો જોયો હોવાની માહિતી મળી રહી છે. આ દિપડાએ નાની વાવડી...