મોરબી : મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા સમયાંતરે ધુન ભજન કિર્તન નાં આયોજન કરવામાં આવે છે ત્યારે ધૂન-ભજન અને ભોજન કાર્યક્રમનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ અયોજન માત્ર સિનિયર સીટીઝન માટે જ રાખવામાં આવ્યો
મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા આગામી તા.3ને રવિવારના રોજ સવારે 10 થી 12 કલાકે જલારામ ધૂન મંડળ તરફથી ધૂન-ભજન તથા બપોરે 12:30 કલાકે ભોજનનું આયોજન કાયાજી પ્લોટ,ધન્વતરી ભવનમાં રાખેલ છે.આ કાર્યક્રમમાં સિનિયર સીટીઝનના સભ્યોને આમત્રંણ આપવામાં આવ્યું છે.આ કાર્યક્રમ માત્ર સિનિયર સીટીઝન માટે જ રાખવામાં આવ્યો છે.
માળીયા મીંયાણા તાલુકાના મોટાભેલા ગામથી જશાપર ગામને જોડતો રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા તેમજ મોરબીના અન્ય રોડ રસ્તાઓનુ કામ ચાલુ કરી પૂર્ણ કરવા માટે રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.
કાંતિલાલ બાવરવાએ રજુઆતમાં જણાવ્યું છે કે માળિયા તાલુકાના મોટા ભેલા...
મોરબીના ઘુંટુ ગામે રોડનું કામ છેલ્લા એક મહિનાથી થયેલ છે જેમાં મોટો ભુવો પડી જતાઆ કામ તાત્કાલિક રોકાવી ગુણવત્તાયુક્ત કામ કરાવવા ઘુંટુ ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી તાલુકાની ઘુંટુ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી તાલુકાના મોરબીથી હળવદ...