ચાલુ વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર 7 જૂન, 2021થી શરૂ થયું હતું. આ વખતે પણ 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવશે.
ગુજરાત સરકારે કહ્યું કે, રાજ્યમાં શાળાઓમાં 35 દિવસના ઉનાળા વેકેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળા વેકેશનની શરૂઆત 9 મેથી થશે અને 12મી જુન શાળાઓમાં રજા રહેશે.13મી જુનથી ફરી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે અને નવા સત્રનો પ્રારંભ થશે.
નિયામક કચેરીએ પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે, તમામ ડીઈઓ-ડીપીઈઓએ સંકલનમાં રહી વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી તમામ સ્કૂલોમાં એક સાથે જ વેકેશન જાહેર થાય. જેથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૯મી મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનું રહેશે