Sunday, November 24, 2024

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ટંકારા તાલુકાની ટીમમાં નવા હોદ્દેદારો ની નિમણૂકો કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

“રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ”

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ “રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ” ધ્યેય સૂત્રને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષકો અને સમાજમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય એવા હેતુથી કાર્ય કરી રહ્યું છે. આ ભગીરથ કાર્યમાં વધુ એક ડગલું આગળ વધતા ટંકારા તાલુકા ટીમની પુનઃરચના કરવામાં આવી. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા સાહેબ દ્વારા ટંકારા તાલુકા ટીમના જવાબદાર વ્યક્તિઓના નામની ઘોષણા કરવામાં આવી જેમાં વર્તમાન અધ્યક્ષ ગોરધનભાઈ ચીકાણી વય મર્યાદાના કારણે નવૃત થઈ રહ્યા હોય નવા અધ્યક્ષ તરીકે ડાયાલાલ બારૈયા, કાર્યકારી અધ્યક્ષ તરીકે રોહિતભાઈ ચીકાણી, મંત્રી તરીકે રસિકભાઈ ભાગીયા, સિનિયર ઉપાધ્યક્ષ તરીકે રમણિકભાઈ વડાવીયા,ઉપાધ્યક્ષ તરીકે ચેતનભાઈ ભાગીયા તથા ઘનશ્યામભાઈ ભોરણિયા સંગઠનમંત્રી તરીકે સતિષભાઈ પટેલ, પ્રચારમંત્રી તરીકે હીમાંશુભાઈ સરવૈયા, આંતરિક ઓડિટર તરીકે ભાવેશભાઈ સંઘાણી, કોષાધ્યક્ષ તરીકે મહેશભાઇ આદ્રોજા, સહમંત્રી તરીકે પરેશભાઈ અઘારાને દાયિત્વ સોંપવામાં આવ્યા. તદુપરાંત મહિલાશક્તિને પણ સંગઠનને મજબૂત બનાવવાની જવાબદારી આપવામાં આવી, જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારા તાલુકાના મહિલા ઉપાધ્યક્ષ તરીકે જયશ્રીબેન પીપળીયા, મહિલામંત્રી તરીકે જાગૃતિબેન વડાવીયા, મહિલા સહમંત્રી તરીકે ચંદ્રિકાબેન સતિષભાઈ પટેલ, રસ્મિતાબેન વાંસજાળીયા તેમજ ધનેશ્વરીબેન પટેલની વરણી કરવામાં આવી. આ તકે મોરબી જિલ્લા ટીમ માંથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા,મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ તેમજ માળિયા તાલુકાના અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ, સંગઠન મંત્રી હિતેષભાઈ ગોપાણી,સહ સંગઠનમંત્રી ચેતનભાઈ ભાલોડિયા, પ્રચારમંત્રી હિતેષભાઈ પાંચોટીયા, માળિયા તાલુકાના સિનિયર ઉપાધ્યક્ષ રાજેશભાઇ રાઠોડ તેમજ મોરબી તાલુકાના કાર્યાલયમંત્રી મહાદેવભાઈ રંગપડીયા હાજર રહ્યા હતા એમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના પ્રચારમંત્રી હિતેષભાઈ પાંચોટીયાની યાદીમાં જણાવવામાં આવે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર