તા. ૨૮ અને ૨૯ ના રોજ ઓલ ઇન્ડિયા પોસ્ટ એમ્પ્લોયઝ યુનિયન દિલ્હીના આદેશ મુજબ દેશ વ્યાપી હડતાલનું એલાન કરાયું છે જેમાં મોરબી જીલ્લાની તમામ પોસ્ટ ઓફીસના કર્મચારીઓ હડતાલમાં જોડાશે
આગામી સોમવાર અને મંગળવારે 28 અને 29 માર્ચ બે દિવસ પોસ્ટ ઓફિસ કર્મચારીઓના યુનીયન દિલ્હીના આદેશ મુજબ દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસનાં કર્મચારીઓ હડતાળમાં જોડાશે. આ કર્મચારીઓની પડતર માંગણીઓ જેવી કે જુની પેન્શન યોજના લાગુ કરે 18 મહિનાનું એરીયર્સ બાકી છે તે આપે તેમજ ફીનાકલ સર્વરનો પ્રોબ્લેમ દુર કરે જીડીએસ માટે કમલેશ ચંદ્ર કમીટીના રીપોર્ટ મુજબની માંગણીઓ સ્વીકારે નહિ તો આગામી બે દિવસ પુરા ભારતના પોસ્ટ કર્મચારી ઓ હડતાલ ઉપર જશે. ત્યારે મોરબી એમડીજી સહિતની તમામ એસ.ઓ.અને ગામડાની બી.ઓ.ના તમામ કર્મચારીઓઆ હડતાળમાં જોડાશે. જે અંતર્ગત સોમવારે સવારે ૦૮ : ૩૦ કલાકે મેઈન પોસ્ટ ઓફીસ ખાતે ધરણા અને સુત્રોચ્ચાર કરવામાં આવશે તેમ પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરની યાદીમાં જણાવ્યું છે