Monday, November 25, 2024

જોધપર ગામની બહેનો દ્વારા શહીદો માટે ફંડ એકત્રિત કરીને સામાજીક કાર્યકર અજયભાઈ લોરીયાને અર્પણ કર્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શહીદો માટે ફંડ એકત્રીક કરી જોધપર ગામની બહેનોએ ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ

દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર વિર જવાનોના પરિવારને મદદ કરવા માટે મોરબી જીલ્લો હમેંશા તત્પર રહ્યો છે. જેમાં મોરબીના યુવા ઉદ્યોગપતિ અને દેશભક્ત અજય લોરીયા દ્વારા અગાઉ પણ શહિદ જવાનોના પરિવારની મદદ માટે લાખો રૂપિયાનું ફંડ એકત્રિત કરી જવાનોના પરિવારોને રૂબરૂ મળીને આપવામાં આવ્યું છે. ત્યારે મોરબીના જોધપર ગામની બહેનો શહીદ પરિવારની મદદ માટે આગળ આવી છે.

જોધપર ગામે હિરલબેન બરાસરા તેમજ તેમની સહેલીઓ દ્વારા શહિદ જવાનના પરિવારની મદદ માટે રૂ.12620 જેટલું ફંડ એકત્રિત કર્યું હતું. જે ફંડ બહેનોએ સામાજીક કાર્યકર અજયભાઈ લોરીયાને અર્પણ કર્યું છે. અજયભાઈ લોરિયા દ્વારા જમ્મુ કાશ્મીરમાં પૂંછમા આતંકી સાથેની અથડામણમાં શહિદ થયેલ હરિશસિંહ પરમાર તથા જયદિપસિંહ સોલંકીના બંન્ને શહિદ પરિવારને 350,000 જેટલી રકમ અર્પણ કરી હતી. ત્યારે અત્યાર સુધીમાં 788620 જેટલું ફંડ આવનાર દિવસોમાં શહિદ જવાનોના પરિવારોને રૂબરૂ મળીને આપવામાં આવશે તેમ અજયભાઇ લોરિયા દ્વારા જણાવાયું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર