મોરબી નગરપાલિકા વિસ્તારમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન માટે એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોય તે કોન્ટ્રાકટ રદ કરાયો
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શ્રીજી એજન્સી એ ૩૦૨, સિદ્ધિ વિનાયક ટાવર, અમદાવાદને લેખિત નોટીસ પાઠવી જણાવ્યું છે કે તા. ૦૩-૦૫-૨૦૧૮ થી ટેન્ડર પ્રક્રિયા કરી ૩ વર્ષ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જે કોન્ટ્રાકટ તા. ૩૦-૦૪-૨૦૨૧ ના રોજ પૂરો થયેલ અને બાદમાં એક વર્ષ માટે તા. ૩૦-૦૪-૨૦૨૨ સુધી લંબાવેલ પરંતુ વારંવાર લોકોની ફરિયાદ અને અનિયમિત કામના કારણે હાલનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવે છે
તાત્કાલિક અસરથી નગરપાલિકાના તમામ વાહન જે સ્થિતિમાં એજન્સીને આપેલ તે સ્થિતિમાં ૨ દિવસ માં નગરપાલિકાને પરત કરવા જાણ કરવામાં આવી છે હવે પછીથી ડોર ટૂ ડોરની તમામ કામગીરી મોરબી નગરપાલિકા દ્વારા કરાશે તેમ પણ ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે.
