મોરબી : આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી ૧૨/૦૪/૨૦૨૨ દરમિયાન ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી મોરબી અધિક જિલ્લા કલેક્ટર એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું
આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં જે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે.તે પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષા સમય દરમિયાન ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહી કોઇ સભા ભરવી નહીં કે સરઘસ કાઢવું નહીં પરીક્ષા સ્થળે મોબાઇલ લઇ જવો નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇરીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતી કરવા કોપીંગ કરવા વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ટંકારા તાલુકાના વિરપર ગામ પાસે આવેલ એલ.પી.જી. પમ્પ સામે રોડ ઉપર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર મોરભગતની વાડી ગોકળદાસ પ્રાગજીદાસના જીન પાછળ રહેતા ગૌતમભાઇ...
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં સેવાસેતુ અન્વયે જનસેવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબી નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા શાળા, મણીમંદિર ખાતે વોર્ડ નંબર ૧ થી ૭ ના નાગરિકો માટે, કોમ્યુનિટી હૉલ, કાયજી પ્લોટ ખાતે વોર્ડ નંબર ૮ થી ૧૩ ના નાગરિકો માટે તેમજ મોરબી...
લેબોરેટરીમાં HB, RBS, યુરીન, સુગર સહિતના ૧૭ ટેસ્ટ, ગળાફા, બ્રેસ્ટ કેન્સર, ઓરલ કેન્સરની તપાસ વિનામૂલ્યે થાય છે આયુષ્માન કાર્ડ - આભા કાર્ડ કાઢી આપવામાં આવે છે
હાલ મોરબી અને વાંકાનેર નગરપાલિકાના શહેરી વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં પાંચ અને વાંકાનેર નગરપાલિકા...