મોરબી : મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારે તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામા દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યાં પ્રમાણે હોળી તથા ધૂળેટીના તહેવાર નજીકમાં આવતા હોય યુવાનો અને બાળકો જાહેર રસ્તાઓ ઉપર તથા શેરીઓમાં/ગલીઓમાં દોડાદોડી કરી જાહેરમાં ચાલતા ટ્રાફીકને અડચણરૂપ બને છે.જે અટકાવવાનું ખુબ જ જરૂરી છે.આ ઉપરાંત જાહેર સુલેહ અને સલામતિ જાળવવા તથા કોમી એખલાસ જળવાઇ રહે તેમજ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે માટે કોઇ પણ ઇસમ અથવા ઇસમોએ જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ(પાવડર) અથવા રંગ મિશ્રિત પાણી અથવા તેવા કોઇપણ પ્રકારના પ્રવાહીઓ ફેકવા ઉપર અને તે માટેના સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવા પર પોતાના હાથમાં રાખવા પર તથા ખુલ્લા વાહોનોમાં સ્વાસ્થ્યને નુકસાનકારક પ્રવાહી લઇ જવા પર તથા આકસ્મિક બનાવ ન બનવા પામે કે અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર કે જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત કે કોઇને ઇજા કે હાની થાય તેવી કોઇ પણ પ્રવૃત્તિથી ટ્રાફીકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અડચણ કરવા ઉપર પ્રતિબંધ મુકવાની આવશ્યકતા જણાય છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્ર હિત , શિક્ષક હિત ,સમાજ હિત ના કાર્યો કરતું ગુજરાતનું સૌથી મોટું શિક્ષકોનું સંગઠન છે જે દ્વારા સમાજના વિવિધ અગ્રણીઓ, શિક્ષકોને સાથે રાખી દર વર્ષે કર્તવ્ય બોધ દિવસ , ગુરુવંદન દિવસ ,માતૃશક્તિ દિનની ઉજવણી કરે છે, ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડા જન્મ...
મોરબીના પંચાસર રોડ પર નાની કેનાલ પાસેથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર નાની કેનાલ પાસેથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૦૦...
ટંકારા તાલુકાના લજાઈ ગામના ઝાપાવાળી શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ સિ.એન.જી. રીક્ષા ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનો લજાઈ ગામે રહેતા અઝરૂદ્દીનભાઈ વલીભાઈ હેરંઝા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની...