મોરબી : મોરબીના નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા આજે ખોડિયાર માતાજીના રથ સાથે માટેલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પદયાત્રામાં અનેક માં આઈ ખોડીયાર ના ભક્તો જોડાશે.
મોરબીના નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા ફાગણી પૂનમ નિમિત્તે માટેલધામ સુધી ખોડિયાર માતાજીના રથ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજ તા.17ને ગુરુવારના રોજ રાત્રે 9:30 કલાકે પદયાત્રા પ્રસ્થાન કરશે. જેમાં 1000 જેટલા ભક્તો જોડાશે.આ પદયાત્રાનું પ્રસ્થાન આઇશ્રી ખોડિયાર મંદિર,દરબારગઢ ચોક,મોરબી ખાતેથી થશે.પદયાત્રા અંગે વધુ માહિતી માટે નવાડેલા રોડ મિત્ર મંડળ મો.98256 20412,98252 33899 પર સંપર્ક કરી શકાશે.
