મોરબી તાલુકા પોલીસે ગત તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ બાતમીને આધારે લુંટાવદર ગામમાં ઈંગ્લીશ દારૂની રેડ કરી હતી જેમાં જેમાં પોલીસના કહેવા અનુસાર દિનેશભાઈ રામજીભાઈ કોળીના માકન સામે ખરાબામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ અને પોલીસે રેડ પાડતા દિનેશ અને નવઘણ ત્યાંથી ભાગી ગયા હોય જેથી મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જેથી નવઘણ રણછોડભાઈ ખાંભલાએ વકીલ અશોક જે ખુમાણ મારફત જીલ્લા અદાલતમાં ન્યાય માંગવા માટે આગોતરા જામીન અરજી કરી હતી જે જામીન અરજીની સુનાવણીમાં વકીલ અશોક ખુમાણે દલીલો કરી હતી કે નવઘણ પર ઈંગ્લીશ દારૂનું વેચાણનો આરોપી નાખવામાં આવેલ છે તે પોલીસ દ્વારા નવઘણનું ભવિષ્ય ખરાબ કરવા ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે જયારે નવઘણની ઉમર ૧૯ વર્ષની છે તેને ધોરણ ૧૨ ની પરીક્ષા વર્ષ ૨૦૨૨ માં પાસ કરી છે અને કોલેજમાં અભ્યાસ માટે આગળ વધશે તેમજ પોલીસને કેમ ખબર પડેલ કે નવઘણ નામ છે
કોર્ટમાં વધુ દલીલ કરવામાં આવી હતી કે નવઘણ પર અગાઉ કોઈ કેસ થયો નથી અને નવઘણનું નામ FIR માં કઈ રીતે આપવામાં આવ્યું જેથી મોરબી જીલ્લા સેશન્સ કોર્ટ દ્વારા નવઘણ રણછોડભાઈ ખાંભલા રહે લુંટાવદર વાળાની આગોતરા જામીન અરજી મંજુર રાખીને ન્યાય આપવામાં આવ્યો છે નવયુવાનનું ભવિષ્ય ખરાબ ના થાય તેને ધ્યાને લેતા આગોતરા જામીન મંજુર કરવાનો જીલ્લા અદાલતે હુકમ કર્યો છે જે કેસમાં આરોપી તરફે વકીલ અશોક ભાઇ જે ખુમાણ રોકાયેલ હતા
