માળિયા : માળિયા તાલુકા હેલ્થ ઑફિસ ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિતે પોલિયો 2022 કાર્યક્રમ અંતર્ગત સારી કામગીરી કરેલ ફિમેલ હેલ્થ વર્કર તથા આશા બહેનોનો સન્માન કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ હતો.
જેમાં મોરબી જિલ્લા પંચાયત સદસ્ય કિશોરભાઈ ચીખલીયા તથા સરવડ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, તાલુકા હેલ્થ ઓફિસર તથા ગામના અન્ય આગેવાનોએ ખાસ હાજરી આપેલ હતી અને આશા બહેનો તથા ફિમેલ હેલ્થ વર્કરનુ આ તકે તેઓએ સન્માન કરેલ હતું અને તેમની કામગીરીને બિરદાવેલ હતી.
