હળવદ:હળવદના ટીકર ગામ નજીક રોડ પર પુરપાટ વેગે આવતાં બેકાબુ બનેલો ટ્રક રોડ પર જઇ રહેલા ઘેટાં બકરાં પર ફરી વળતાં ૧૨ જેટલા ઘેટાં બકરાં નાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના માલધારી પરિવાર પોતાના ઘેટા બકરા નાં સમુહ ને લઈને કચ્છ થી અમદાવાદ તરફ વાંઢ ખાતે જવા માટે રોડ પસાર થઇ રહ્યા હતા ત્યારે ટીકર ગામ નજીક થી એક ટ્રકમાં જેસીબી રણમાં લઇ જવાતું હતું ત્યારે ટ્રકની બ્રેક ફેઈલ થઇ હતી જેથી ટ્રકચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બેકાબુ ટ્રક ઘેટાના ઘણ પર ફરી વળ્યો હતો
જે ગમખ્વાર અકસ્માતમાં ૧૨ ઘેટા ટ્રકના મહાકાય વ્હીલ નીચે કચડાઈ જતા અરેરાટી ફેલાઈ ગઈ છે અને ૧૨ ઘેટાના મૃત્યુથી માલધારી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
માળીયા તાલુકાના નવાગામમાં રહેણાંક મકાન તથા ટ્રેકટરમાંથી દેશી દારૂ લીટર-૧૫૧૫ કી.રૂ. ૩,૦૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૮, ૬૮,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સયુંકતમાં ખાનગીરાહે મળેલ બાતમીના આધારે માળીયા તાલુકાના નવાગામે રહેણાંક મકાન તથા ટ્રેકટરમાંથી દેશી...
આ સભામાં ટંકારા તાલુકાના અનેક સંચાલકોની સર્વાનુમતે અલગ અલગ વરણી કરવામાં આવેલ તેવું પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઘેટિયા એ જણાવેલ છે
જેમાં રાજ્ય કારોબારી મેમ્બર તરીકે યોગેશભાઈ ઘેટિયા, ટંકારા તાલુકા પ્રમુખ તરીકે વિજયભાઈ ભાડજા, મંત્રી તરીકે દિલીપભાઈ બારૈયા તથા ઉપપ્રમુખ તરીકે અતુલભાઈ વામજા તેમજ જિલ્લા કારોબારીમાં ઉપપ્રમુખ તરીકે બળદેવભાઈ સરસાવડિયા, સંગઠન...