મોરબી : મોરબી શહેરમાં ઘણા બધા વિસ્તારોમાં ગેસની લાઈનો દ્વારા ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે ત્યારે હાલ રવાપરમાં ગેલેક્ષી હાઇટ્સ નામના એપાર્ટમેન્ટના ફ્લેટ ધારકોને ગેસ કંપની છેલ્લા એક વર્ષથી ગેસની લાઈન ન આપતી હોવાની રાવ ઉઠી છે આ ફ્લેટધારકોએ ત્વરિત કાર્યવાહીની માંગ ઉઠાવી છે.રવાપરમાં ક્રિષ્ના સ્કૂલ પાસે રંગધરતી પાર્કમાં આવેલા ગેલેક્ષી હાઇટ્સના સ્થાનિકોએ જણાવ્યું કે ગુજરાત ગેસની લાઈનની એક વર્ષ પૂર્વે માંગણી કરી હતી. અવારનવાર ગેસ કંપનીની કચેરીએ ધક્કા ખાવા છતાં પણ લાઇન મળી નથી. આ એપાર્ટમેન્ટની બાજુમાંથી જ લાઇન નીકળતી હોય છતાં 7 ફ્લેટધારકોને લાઇન મળી નથી.
આ ફ્લેટ ધારકોએ ચેકથી પેમેન્ટ પણ કરેલ છે. આ રૂપિયાનું હવે શું ? આ મામલે રજુઆત કરવા કચેરીએ જ્યારે સ્થાનિકો જાય છે ત્યારે ત્યાં જવાબદાર અધિકારી હોતા જ નથી.
મોરબીના ઉમા બંગલો સામે રવાપર ઘુનડા રોડ પરથી વિદેશી દારૂની આઠ બોટલ સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા...
વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ધોળાકુવા વિસ્તારમાં વનરક્ષકને હાની પહોંચાડવા આરોપીએ આઇવા ડમ્પર ગફલત ભરી રીતે ચલાવી વનરક્ષકની ફરજમાં રૂકાવટ કરી આરોપીઓએ વનરક્ષકને તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર વીડી જાંબુડીયા ફોરેસ્ટ ક્વાર્ટરમા રહેતા અને વનરક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ હીરાભાઈ...
માળીયા - હળવદ હાઈવે રોડ ઉપર વાધરવા ગામ સામે રોડ પર રોડ ક્રોસ કરવા જતા કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે કાર ચાલક વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના કુંતાસી ગામે રહેતા સુરેશભાઈ લખમણભાઇ ભંગેરીયા (ઉ.વ.૨૨) એ આરોપી...