Monday, January 13, 2025

મોરબીમા ટ્રેક્ટર નાં થ્રેસરમા છુપાવેલ 807 દારૂ ની બોટલ ઝડપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

એક રાજસ્થાની શખ્સને 3.26લાખના દારૂ તેમજ ટ્રેકટર થ્રેસર સાથે દબોચી લેવાયો

દારૂ વેચનારા બુટલેગરો પોલીસ નેં ચકમો આપી દારૂ ની ખૈપ મારતાં હોય છે ત્યારે પોલીસ પણ સતર્ક રહેતા આવા બુટલેગરો ની મંશા પર પાણી ફરી જાય છે મળતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ હોળી-ધૂળેટીના તહેવાર નિમિતે પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભક્તિનગર ઓવરબ્રિજ પરથી પસાર થતા ટ્રેક્ટર સાથે થ્રેસર જોડેલ હોય જેમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખેલ હોય જે ટ્રેક્ટરચાલકને અટકાવી પોલીસે તલાશી લેતા ચોરખાનામાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની બોટલ જેમાં રોયલ ચેલેન્જ વ્હીસકીની ૧૬૨ બોટલ, મેકડોવેલ્સ વ્હીસ્કીની ૬૪૫ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને દારૂ, ટ્રેક્ટર અને મોબાઈલ ફોન સહીત કુલ રૂ ૫,૩૧,૧૧૫ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી ચુનારામ સોનારામ ગોદારા (ઉ.વ.૨૬) રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે તો અન્ય આરોપી રાજુ ચૌધરી રહે રાજસ્થાન વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જે કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શક્તિસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ હુંબલ, દશરથસિંહ ચાવડા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, વિક્રમભાઈ ફૂગસીયા, રવિરાજસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર