Monday, January 13, 2025

“નવયુગ કિડ્સ અને નવયુગ પ્રિસ્કૂલમાં ધમાકેદાર એન્યુઅલ ફંક્શન ‘બ્લુમિંગ બડ્સ’ યોજાયું”

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ કાર્યક્રમમાં રાજકિય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

નવયુગ કિડ્સ અને નવયુગ પ્રિસ્કૂલ દ્વારા એન્યુલ ફંક્શનનું ધમાકેદાર આયોજન શનિવારના રોજ યોજાયું હતું જેમાં નાના નાના ભૂલકાઓએ એક થી એક ચડિયાતી કૃતિઓ રજુ કરી હતી. સાથે સાથે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સએ પણ અકલ્પનિય પર્ફોમન્સ આપી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા તેમજ ટૂંક સમય માં લોન્ચ થઈ રહેલી સૌરાષ્ટ્રની સૌથી વિશાળ નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલનો ધમાકેદાર વોક થ્રુ વિડિઓ જોઈ હાજર રહેલ તમામ પેરેન્ટ્સ તેમજ મહેમાનો અભિભુત થયા હતા અને સ્ટાર ઓફ ધ યર, અચીવર્ષ ઓફ ધ યર જેવા અનેક વિવિધ એવોર્ડ થી બાળકોને સન્માનિત કરાયા હતા

આ કાર્યક્રમમાં સૌથી અગત્યની ક્ષણ એ હતી કે આપણે બધા હંમેશા જોતા હોઈએ છીએ કે સ્કૂલ દ્વારા બાળકો ને સન્માનિત કરાઈ છે પણ આજે નવયુગના દરેક સ્ટાફ ને પેરેન્ટ્સ દ્વારા સરપ્રાઈઝ સન્માનિત કરાયા જે મોરબીમાં પ્રથમ ઘટના છે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, ડૉ. દીપકભાઈ અઘારા મંગલમ હોસ્પિટલ, કિરીટભાઈ ફુલતારીયા તીર્થક ગ્રુપ, બાબુભાઇ દેત્રોજા લિઓલી ગ્રુપ, અમુભાઈ લિખિયા, હંસરાજભાઈ ગામી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ તેમજ વિશાળ વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા

આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ ડૉ. મંજુબેન પારેચા, વાઇસ પ્રિન્સિપાલ રશ્મિ જોશી, પિન્કી પારવાણી તેમજ તમામ શિક્ષકોની ટીમે જહેમત ઉઠાવી હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર