મોરબી : મોરબીની લાયન્સ કલબ શહેરમાં સમયાંતરે અનેક સામાજિક લેવલના કામો અને કાર્યકમો થકી સેવાની સુવાસ ફેલાવી રહી છે ત્યારે આવા જ એક ઉમદા કાર્ય થકી શહેરની વિકાસ વિદ્યાલયમાં હંગર પ્રોજેક્ટ હેઠળ બાળાઓને ભોજન પીરસી બાળાઓની જઠરાગ્નિ ઠારવામાં આવી હતી.

મોરબી શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલયમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્ય હિતેન્દ્રભાઈ ભાવસાર તરફથી વિકાસ વિદ્યાલયની તમામ બાળાઓને ભરપેટ ભોજન કરાવ્યું હતું.સાથે તેમના પણ પરિવાર આ સેવા યજ્ઞમાં જોડાયા હતાં. આ સાથે લાયન સભ્યો સેક્રેટરી કેશુભાઇ દેત્રોજા,ખજાનચી નાનજીભાઈ મોરડીયા,પ્રાણજીવનભાઈ રંગપરિયા,મનુભાઈ જાકાસનીયા અને સેવાભાવી વાઘજીભાઈ હાજર રહીને બાળાઓને ભોજન કરાવ્યું હતું. આ પ્રોજક્ટ્ના ચેરમેન હિતેન્દ્રભાઈ ભાવસાર હોવાનું પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ ફુલતરિયાની યાદીમાં જણાવાયુ છે.
