સરકારી યોજનાઓ દ્વારા રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનમાં ગરીબ પરિવારને સસ્તું રાશન વિતરણ કરવામાં આવે છે.
અને સસ્તા અનાજની ફાળવણી માં ઠાગાઠૈયા ની વારે ઘડીએ ફરીયાદો સાભળવા મળતી હોય છે ત્યારે મોરબી જિલ્લામાં ખાસ મોરબી શહેર વિસ્તારમાં સસ્તા અનાજ દુકાનના સંચાલકો દ્વારા કાર્ડ ધારકોને સમયસર રાશન આપતા ન હોવાની,દુકાન બહાર કાર્ડ ધારકોને મળવા પાત્ર રાશનની વિગત ન લખવામાં આવતી હોવાનું ,ગ્રાહકોને મળવાપાત્ર રાશનના જથ્થાનું પાકુ બીલ આપવામાં આવતું ન હોવાની ફરિયાદ ઉઠી છે ઘણા દુકાનદાર મળવા પાત્ર જથ્થા કરતા ઓછો જથ્થો આપી રહ્યા છે તો કેટલાક દુકાનદાર બીલ કરતા કાર્ડ દીઠ 5 રૂપિયા વધારે લઇ રહ્યા છે.
રાજ્યભરમાં વન નેશન વન રાશન કાર્ડ અંતર્ગત કોઈ પણ દુકાનેથી રાશન કાર્ડ થી પોતાનું રાશન ખરીદિ શકે તેવી સરકારની જાહેરાત બાદ પણ દુકાનદાર તેની અમલવારી કરતા નથી સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનના સંચાલક માત્ર સોમવારે જ રજા રાખી શકે છે તેવી જોગવાઈ હોવાં છતા દુકાનદાર પોતાની મરજી મુજબ દુકાન ચાલુ બંધ રાખી રહ્યા છે.તેમજ દુકાનદાર જાણે પોતાના ઘરનું રાશન આ પરિવારને આપતા હોય તેવો રોફ જમાવી અપમાનિત કરી રહ્યા છે. આં બાબતે મોરબીના સામાજિક કાર્યકર રજુ દવે જીગ્નેશ પંડયા,જગદીશ બામભાણીયા મુસાભાઈ તેમજ અશોક ખરચરિયા સહિતનાએ જીલ્લા કલેકટર તેમજ જિલ્લા પુરવઠા અધિકારીને પત્ર લખી સમયાતરે સરપ્રાઈઝ ચેકિંગ કરવા માંગણી કરવામાં આવી છે આ ઉપરાંત તેમજ જેટલી પણ દુકાન ચાર્જમાં ચાલે છે તે દુકાન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવે જેથી જ ચાર્જમાં ચાલતી દુકાન નિયમિત ખુલે અને તેનો લાભ લોકોને મળે તેવી માગણી કરવામાં આવી છે.
મોરબી મા ધીરે ધીરે બિહાર જેવો માહોલ બની ગયો છે, દિન દહાડે લોકો ની વચ્ચે મારામારી હત્યા લૂંટ અને બળાત્કાર, વ્યાજવાંદ ના બનાવો લોક જીવન ઉપર હાવી થઈ રહ્યા છે
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી ના રવાપર ચોકડી ઉપર આવેલ પોલીસ ચોકી ની સામે જ અને પોલીસ અને TRP...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દર ત્રણ વર્ષે કાર્યકર્તા અભ્યાસ વર્ગ યોજવામાં આવે છે જેના ભાગરૂપે બે દિવસીય અભ્યાસ વર્ગનું સૌરાષ્ટ્ર સંભાગ:- 1 ના મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ, જામનગર, દ્વારકા વગેરે જિલ્લાના અભ્યાસ વર્ગનું આયોજન મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે કરવામાં આવ્યું હતુ .
જેમાં ગુજરાત પ્રાંતના મહામંત્રી પરેશભાઈ પટેલ...