મોરબી : મોરબી નાં અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજ ની અનેક સંસ્થાઓ માં પોતાની તન મન ધન થી સેવા આપનાર અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા નાં હસ્તે અંબાજી ખાતે આયોજિત દેવી ભાગવત પુરાણ કથા દરમ્યાન ઉમિયા માતાના ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મળતી વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સંત ભાણદેવજીના વ્યાસપીઠ સ્થાને દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન ભગવતી શ્રી ઉમિયા માતાજી, હનુમાનચાલીસા અને શ્રી મંગલ રામકથા એમ ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
જેમાં ભગવતી શ્રી ઉમિયા માતાજીના પુસ્તકનું વિમોચન મોરબી સ્થિત સન હાર્ટ ગ્રુપના સ્થાપક, લક્ષચંડી યજ્ઞના મુખ્ય યજમાન તથા ઊંઝાના ઉમિયા મંદિરના ટ્રસ્ટી ગોવિંદભાઈ વરમોરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ઊંઝાના ઉમિયા મંદિરના વરિષ્ઠ આગેવાન મણીબાપા સહિતના હોદેદારો, દાતા બાબુભાઈ સહિતના અગ્રણીઓ અને બહોળા શ્રોતાવર્ગની ઉપસ્થિત રહ્યો હતો.
