મોરબીના લખધીરપુર રોડ સિરામિક ફેકટરીમાં દિવાલ પરથી પડી જતા યુવાનનું મોત
લખધીરપુર રોડ પરની સિરામિક ફેકટરીમાં કામ કરતા હકરીયા ટેટીયાભાઈ આદિવાસી (ઉ.વ.૨૧) નામના યુવાન સિરામિક ફેક્ટરીની દિવાલ પરથી પડી જતા યુવાનને ગંભીર ઈજા થતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
