સંરપચો સામાજિક આગેવાનો તેમજ ઉધોગપતિઓ ને હાજર રહેવા અનુરોધ કરાયો
મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા આમ જનતા ના ત્વરિત ન્યાય માટે સમયાંતરે લોકદરબાર નું આયોજન થતુંજ હોય છે અને લોકદરબારમાં આમ જનતા ની ફરીયાદો નું નિરાકરણ લાવી ની યોગ્ય ન્યાય મલે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે આગામી તા.15માર્ચના રોજ મોરબી તાલુકાના બગથળા આઉટ પોસ્ટ પોલીસ ચોકી ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસવડા કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા.15માર્ચના રોજ બગથળા ખાતે આવેલ આઉટ પોસ્ટમાં સાંજે 5 વાગ્યે જિલ્લા પોલીસવડાની આગેવાની હેઠળ લોકદરબાર રાખવામાં આવ્યો છે.જેથી તમામ ઉધોગપતિઓ, સરપંચ, સામાજિક આગેવાનોને લોકદરબારમાં હાજર રહેવા અનુરોધ કરાયો છે. આ લોકદરબારમાં નાગરિકો લેખિત મૌખિક સ્વરૂપે પોલીસ ખાતાને લાગતી રજૂઆત અને સૂચનો પણ કરી શક્શે.