પાંચ રાજ્યના ચુંટણી પરિણામો જાહેર થયા છે જેમાં પંજાબ રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે ત્યારે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજયની ઉજવણી કરવામાં આવી હતી
પંજાબની જીત પર વિજય દિવસ તરીકે આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા દ્વારા ઉજવણી કરાઈ હતી જેમાં મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ મોરબી મહિલા શહેર પ્રમુખ અલ્પાબેન કક્કડ, મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાધેલા, મોરબી મહામંત્રી જશવંતભાઈ કગથરા, મોરબી જિલ્લા મંત્રી ચેતનભાઈ લોરીયા, મોરબી જિલ્લા મંત્રી સરસાવડિયા જયદીપભાઈ તથા મોરબી જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા, મોરબી જિલ્લા આઈ.ટી. ઈન્ચાર્જ પ્રદિપભાઈ ભોજાણી, મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, મોરબી શહેર યૃવા પ્રમુખ ભવદિપસીહ ઝાલા તથા અનેક કાર્યકરો અને યૃવા કાર્યકરો તથા બહોળી સંખ્યામાં પદાધિકારીઓ વિજય દિવસ ઉજવણીમા જોડાયા હતા
