ટંકારા તાલુકાના વીરપર ગામે ખરાબા પૈકીની જમીન લાગુ કે બેઠા થાળે કે અન્ય બાબતે ગ્રામ પંચાયત અને આજુબાજુના ખાતેદારોની સંમત્તિ લેવામાં આવે તેવી રજૂઆત જીલ્લા કલેકટરને કરવામાં આવી છે.
ટંકારા તાલુકાના વીરપર ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરાયો છે જેમાં ઠરાવ નંબર ૧૪ મુજબ વીરપર ગામે સરકારના નિયમો મુજબ વીરપર ગામે જુદા જુદા હેતુ માટે નિયમો મુજબ જમીન ફાળવવામાં આવે છે જે જમીન ફાળવણી બાબતે જે તે ખાતેદારો જમીન ફાળવ્યા બાદ ઉપરના સર્વે નંબરમાં અને બાજુના ખાતેદારોને ખેતરમાં જવા માટે રસ્તા માટે તકરાર ઉભી થાય છે જેથી હવે જયારે જમીન ફાળવવામાં આવે ત્યારે વીરપર ગ્રામ પંચાયત તથા આજુબાજુના ખાતેદારોની સંમત્તિ લઈને યોગ્ય કાર્યવાહી થાય તેવો સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે.
તેમજ આ મામલે જીલ્લા કલેકટરને શ્રી વીરપર ગ્રામ પંચાયત કચેરીએ લેખિત રજૂઆત કરીને જમીન ફાળવવામાં આવે ત્યારે વીરપર ગ્રામ પંચાયત અને અન્ય આજુબાજુના ખાતેદારોની સંમત્તિ લઈને યોગ્ય કાર્યવાહી કરવા અરજ કરી છે