મોરબીના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ નજીકથી બે બાઈક ચોરી થયાની દરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીની ફૂલછાબ કોલોનીમાં રહેતા કિશોરભાઈ પ્રભુભાઈ ધામેચા (ઉ.૪૪) ઈ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે કિશોરભાઈ ધામેચાનું સ્પ્લેન્ડર પ્લસ જીજે ૦૩ એફસી ૨૯૦૯ કીમત રૂ.૨૫૦૦૦ તથા સાહેદ અમરીશભાઈ સંજયભાઈ કંસારાનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ જીજે ૦૩ ડીએફ ૭૦૦૩ કીમત રૂ.૨૫૦૦૦ મોરબીના માર્કેટિંગ યાર્ડ નજીકથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ગત. ૧૩-૦૧-૨૦૨૨ ના રોજ ચોરી થયેલ બાઈકની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
