8 માર્ચે વિશ્વ મહિલા દિવસ ની દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશ્વ મહિલા દિવસ પર મહિલા હોદેદારોની વરણી કરવામાં આવી હતી.
જેમાં મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે રીટાબેન ભાલોડીયા, શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે પુષ્પાબેન ભટ્ટ, તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે નિધીબેન લાડોલાની નિમણૂક પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા દ્વારા કરવામાં આવી હતી.
આ હોદેદારોને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઇ પટેલે નિમણૂક હુકમ અર્પણ કરી કોંગ્રેસ પક્ષને મજબુત બનાવવા અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને ઘર-ઘર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.આ નિમણૂકને કોંગ્રેસના આગેવાનો ,કાર્યકરોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
