Sunday, January 12, 2025

ખાનપર ગામની સીમમાંથી 9 શકુનીઓ ની ધરપકડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકા પોલીસે ખાનપર ગામે ચાલતા જુગાર ઉપર દરોડો પાડી 9 શકુનીઓની રૂ. 64 હજારની રોકડ મળી કુલ રૂ. 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે બે શખ્સ નાસી છુટતા તેને શોધવાની કવાયત હાથ ધરી છે.

મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં પાસે આવેલ વોંકળામાં બાવળ નીચે જાહેરમાં ચાલતા જુગાર ઉપર તાલુકા પોલીસે રેઇડ પાડી નિલેશભાઇ બચુભાઇ અઘારા ઉ.વ.૪૫, રહે. ક્રિષ્ના સ્કુલ પાસે-રવાપર, મુકેશભાઇ લક્ષ્મણભાઇ કલોલા ઉ.વ.૪૨, રહે. આલાપ રોડ, ખોડીયાર સોસાયટીની બાજુમાં, જયંતિલાલ મગનભાઇ જાકાસણીયા ઉ.વ.૫૨, રહે. યદુનંદન પાર્ક-૦૧, મોરબી-૦૧, મુળ રહે. જેતપર, વિપુલભાઇ સવજીભાઇ ઘોડાસરા ઉ.વ.૪૨, રહે. ખાનપર, દુર્લભજીભાઇ મહાદેવભાઇ ઘોડાસરા ઉ.વ.૪૪, રહે. ખાનપર, ભરતભાઇ કેશવજીભાઇ જીવાણી ઉ.વ.૪૮, રહે. ખાનપર, માણંદભાઇ ભુરાભાઇ સવસેટા ઉ.વ.૫૫, રહે. ગજડી,વિક્રમભાઇ દેવજીભાઇ પરમાર, વાલ્મિકી ઉ.વ.૩૫, રહે. ચાંચાપર, અબ્બાસભાઇ અલ્લારખાભાઇ કુરેશી ઉ.વ.૪૫, રહે. નાના રામપર તા.ટંકારાવાળાને ઝડપી પાડવામાં આવ્યા છે.

જ્યારે કિશોરભાઇ રૂગ્નાથભાઇ જીવાણી રહે. હાલ-મોરબી, મુળ રહે. ખાનપર તથા ઇભુભાઇ ગુલાબભાઇ ચૌહાણ રહે. નેસડા, તા.ટંકારા નાસી જવામાં સફળ રહ્યા હતા.પોલીસે સ્થળ પરથી રૂ. 64000 રોકડ તથા 4 બાઈક કિંમત રૂ. 60000 મળી કુલ રૂ. 124000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર