મોરબી : મોરબી જિલ્લામાં કોરોના ની રફતાર એકદમ ધીમી પડતાં આરોગ્ય વિભાગે હાસકારો લેતાં મોરબી જિલ્લો કોરોના મુક્ત થાય તેવા સંકેતો આપ્યા હતા કારણકે જિલ્લામાં આજે એક જ એક્ટિવ કેસ રહ્યો છે. આ દર્દી પણ આવતીકાલે રિકવર થવાના છે.
મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી એક પણ નવો કેસ નોંધાયો નથી. સામે દર્દીઓ રિકવર થઈ રહ્યા હતા.આવી જ રીતે આજે પણ આરોગ્ય વિભાગે 517 લોકોના સેમ્પલ લીધા હતા. જેમાંથી એકેય કેસ સામે આવ્યો નથી. જો કે 2 દર્દીઓ આજે રિકવર થતા હવે એક્ટિવ કેસ માત્ર એક જ રહ્યો છે.
વધુમાં આરોગ્ય વિભાગમાંથી જાણવા મળ્યા મુજબ હાલ જે કોરોનાનો દર્દી છે. તે પણ આવતીકાલે બુધવારે રિકવર થવાના છે. એટલે હવે જો આવતીકાલે બુધવારે જો કોઈ નવો કેસ ન આવે તો મોરબી જિલ્લો આવતીકાલે કોરોના મુક્ત જાહેર થશે.
મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પાસે આવેલ ઉમા કટીંગ ઝોન નામના કારખાનામાં ઓરડીમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ પર પોલો સર્કલ પાસે આવેલ ઉમા કટીંગ ઝોન નામના કારખાનામાં મજુર ઓરડીમાં રહેતા અનિલભાઈ ગોપાલભાઈ (ઉ.વ.૩૦)...
મોરબી જિલ્લામાં વધી રહેલા ગુન્હા અટકાવવામાં સ્થાનીક પોલીસ પોહચી વળતી ન હોય જેથી જાણે SMC ને ઉચ્ચ અધિકારીઓએ છૂટો દોર આપી દિધો હોય તેમ જુદીજુદી જગ્યાએ રેઇડ કરી રહી છે ત્યારે અગાઉ કોલસા કૌભાંડ, દારૂના અડ્ડા પકડી પાડયા હતા ત્યારે ફરી એક વખત SMCએ રેઇડ કરી રંગપર ગામની સીમમાંથી...
મોરબી જિલ્લામાં પણ પાટીદાર સમાજના ઉમેદવાર જિલ્લા ભાજપ પ્રમુખ બને તેના માટે એક નહિ બે બે જૂથ લોબિંગ કરી રહ્યા ની ભારે ચર્ચા
અમુક જિલ્લા-શહેરોમાં નામ રિપિટ કરવા બાબતે ભારે નારાજગી, હાઈકમાન્ડ પાસે અનેક રજૂઆતો
ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખને લઈને ભારે કોકડુ ગુંચવાયું છે. અને આ ગુંચ ઉકેલતા ઉતરાયણ આવી...