Sunday, January 12, 2025

શ્રી ભરતનગર પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

1911 થી મનાવવામાં આવતો વિશ્વ મહિલા દિવસ એ તો સાંપ્રત સમયની શોધ છે. પરંતુ પ્રાચીન ભારતીય અસ્મિતા શ્રાવણ વદ અમાસના દિવસને તો સૈકાઓથી માતૃદિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. પશ્ચિમની સંસ્કૃતિ ભોગ્યા છે. જ્યારે ભારતીય સંસ્કૃતિએ પૂજયા છે. માટે જ માતૃદિન તરીકે લેખાય છે.

કહેવાય છે ને કે :
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે
રમન્તે તત્ર દેવતા.
પહેલા શિક્ષિત, પછી સશકત, પછી સમર્થ, પછી સર્વત્ર બની જતી પ્રણાલીની અધિષ્ઠાત્રી હે નારી જગત ચાલો આજે સ્વયંને ફરી એકવાર ઊર્જાથી પુનઃસંચરીત કરી લઈએ અને સ્મરી લઈએ કે નારી એ જ પરમ શક્તિ છે. વાંગ્મય ચલાવે તે શારદાનું હાસ્ય છે, શિવ તાંડવ સમાવે એ પાર્વતીનું લાસ્ય છે.

તો આજ રોજ શ્રી ભરતનગર પ્રાથમિક શાળામાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં છોકરા અને છોકરીઓ માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યા. છોકરાઓ માટે બ્લેક કલર અને છોકરીઓ માટે ગુલાબી કલર. આ ઉપરાંત પ્રાર્થના સભામાં સાંસ્કૃતિક કાર્યક્રમની રજુઆત કરવામાં આવી. જેમાં સીતામાતા, દ્રૌપદી, મધર ટેરેસા અને રાણી લક્ષ્મીબાઈનુ પાત્રાભિનય અને ધોરણ ૧ અને ૭ ની બાળાઓ દ્વારા ડાન્સની રજૂઆત કરવામાં આવી. આમ આજના દિવસની તમામ વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ઉજવણી કરી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર