મોરબી : બ્રહ્મસમાજ નાં આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામ નું ધામ એટલે નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામ જે ધીમે ધીમે યાત્રાધામ તરીકે વિકસીર રહ્યું છે ત્યારે આજે પરશુરામધામમાં સંત કુટિર અને ચબૂતરાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
મોરબીના પરશુરામધામ ખાતે આજે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને વી. સી. હાઇસ્કુલના પૂર્વ પ્રિન્સિપાલ બી. ટી. ઠાકરના વરદ હસ્તે સંત કુટીર તેમજ ચબુતરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ભુપતભાઈ પંડયા, અનિલભાઈ મહેતા, જગદીશભાઈ ઓઝા, આર. કે. ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મેહતા, કૌશિકભાઈ વ્યાસ તેમજ મોરબીના બ્રહ્મઅગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા.
