મોરબીમાં પુસ્તક પરબના પાંચ વર્ષ પૂર્ણ આજે સરદાર બાગ ખાતે પુસ્તક પરબ લોકો માટે ખુલ્લો મુકાયો હતો.
આમ તો આ પુસ્તક પરબ છેલ્લા પાંચ વર્ષથી શરૂ થયેલું છે પરંતુ કોરોનાની મહામારી ના કારણે છેલ્લા બે વર્ષથી બંધ હતું પણ હવે કોરોનાની રફતાર ધીમી થતાં ફરી પાછું પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ હજારથી વધારે પુસ્તકો વાંચન માટે મુકાયા હતા જેમાં ઘણા બધા લોકોએ મુલાકાત લીધી હતી.
આ પુસ્તક પરબનું આયોજન મહિનાના પહેલા રવિવારે સરદારબાગ ખાતે કરવામાં આવે છે જેનો સમય સવારે ૯ થી ૧૧:૩૦ નો હોય છે.આજના સોશિયલ મીડિયાનાં જમાનામાં પણ પુસ્તક પરબ ની પહેલને લોકો મોટી સંખ્યામાં આવકારી રહ્યા છે અને મુલાકાત લઈ રહ્યા છે.