મોરબી જિલ્લાના આશા વર્કર બહેનોએ અર્બન સેન્ટરો બહાર બજેટની હોળી કરી વિરોધ પ્રદર્શન કર્યું
રાજ્યના આશા વર્કર બહેનો છેલ્લા ઘણા સમયથી વેતન વધારો સહિતની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે તેમને 2 દિવસ પહેલા જાહેર થયેલા રાજ્ય સરકારના બજેટમાં પોતાની માંગણી સંતોષાસે તેવી આશા હતી પરંતુ બજેટમાં આશા વર્કર બહેનો માટે ખાસ કોઈ જોગવાઈ ના કરતા મોરબીનાં આશા વર્કર બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મોરબી જિલ્લાના આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓ ના સંતોષાતા લીલાપર સહિતના અર્બન સેન્ટરો ખાતે આજે એકત્રિત થઈ અને રાજ્ય સરકારના બજેટની હોળી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને પોતાની પડતર માંગણીઓ ઉકેલવાની માંગ કરવામાં આવી હતી.