આ તકે મોરબી જીલ્લાના વિવિધ રાજકીય સામાજીક અગ્રણીઓએ જલારામ બાપાનો મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
કાંતિલાલ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, કે.ડી. પડસુંબિયા, કે.ડી.બાવરવા, નિકુંજભાઈ કોટક, હીરેનભાઈ પારેખ, કે.પી.ભાગીયા, ભાવેશ ભાઈ ફેફર, મહેશભાઈ રાજ્યગુરુ, દેવેન્દ્રસિંહ ઝાલા, વિનુભાઈ કટારીયા, ડો.બી.કે લહેરુ, જે.પી. જેશ્વાણી, પંકજ રાણસરીયા, હસુભાઈ પંડ્યા સહીત ના રાજકીય સામાજીક અગ્રણીઓ ની પ્રેરક ઉપસ્થિતી મા પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાયા.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ મંદિર નો પંચદશમ્ પાટોત્સવ ગુરુવાર તા.૩-૩-૨૦૨૨ ના રોજ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવવા મા આવ્યો હતો. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, સવારે ૮ કલાકે વૈદિક મહાયજ્ઞ, સવારે ૧૦ કલાકે કાર્યકર્તાઓ તેમજ દાતાશ્રીઓ નો સન્માન સમારોહ, સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાયા હતા. જેમા બહોળી સંખ્યા મા ભક્તજનો જોડાયા હતા. આ તકે મોરબી જીલ્લા ના વિવિધ રાજકીય સામાજીક અગ્રણીઓ એ પૂજ્ય જલારામ બાપા નો મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એમ્બ્યુલન્સ સેવા, શબવાહીની સેવા, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, ફ્રિઝ શબ પેટી, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર, સામૂહીક અસ્થિ વિસર્જન, મેડીકલ સાધનો ની સેવા, મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓ ની સેવા, દર મહીને વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીત ની સેવાઓ વિનામુલ્યે કોઈપણ પ્રકાર ના નાતજાત ના ભેદભાવ વિના સમાજ ને અવિરતપણે પ્રદાન કરવા મા આવી રહી છે. કોરોના ની મહામારી ના સમય મા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એક લાખ થી વધુ ફુડ પેકેટ વિતરણ, એમ્બ્યુલન્સ સેવા, ઓક્સિજન બોટલ, નેબ્યુલાઈઝર, ઓક્સિ મીટર સહીત ની સેવાઓ અવિરતપણે પ્રદાન કરવા મા આવી હતી ત્યારે આગામી વર્ષે પણ દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ તેમજ દર ગુરુવારે મહાપ્રસાદ રાબેતા મુજબ યોજાશે તેમ સંસ્થા એ યાદી મા જણાવ્યુ છે. પ્રસાદ મા સહયોગ આપવા ઈચ્છુક ભક્તજનો એ શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી નો સંપર્ક કરવો.