પીજીવીસીએલ ટીમ લાઈન કાપવા પહોંચી આરટીઓ અધિકારીએ બાકી બિલ થોડા દિવસોમાં ભરી આપવાનું કહેતા વીજ તંત્રની ટિમ પરત ફરી
મોરબીના જાંબુડિયા ગામ નજીક આવેલ આરટીઓ કચેરીનું રૂ. 80 હજારથી વધુનું વીજ બિલ ભરવાનું બાકી હોય ગત રોજ વીજ તંત્ર ટીમ પહોંચી હતી અને વીજ લાઈન કાપી નાખવાની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે બાદમાં થોડી મુદત આપી વીજ લાઈન કાપવાનું માંડી વાળ્યું હતું.
મોરબીના જાંબુડિયા પાસે આરટીઓ કચેરી કાર્યરત છે. આ કચેરીમાં છેલ્લા 2 જેટલા અંદાજે રૂ. 80 હજારથી વધુની રકમના બિલ બાકી હોય વીજતંત્રની ટીમ કાર્યવાહી માટે પહોંચી હતી અને વીજ લાઈન કટ કરી નાખવાની કાર્યવાહી શરૂ કરી હતી. જો કે બાદમાં આરટીઓના અધિકારીએ થોડા જ દિવસમાં બાકી વીજબીલ ભરપાઈ કરી દેવાની ખાતરી આપી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો અને વીજ તંત્રની ટિમ પરત ફરી હતી.