આપણી હિન્દૂ પરંપરામાં શષ્ટિપૂર્તિનો એક વિશેષ જ મહિમા રહ્યો છે ત્યારે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાને આગામી 08.03.2022 ના રોજ પોતાના જીવનના 60 વર્ષ પુરા થઈ રહ્યા છે. આ નિમિત્તે તેઓએ એક વિશિષ્ટ સંકલ્પ કર્યો. મોરબી જીલ્લાના સુવિખ્યાત તમામ મંદિરોના દર્શન કરવા અને એ અંતર્ગત સૌ પ્રથમ ચોટીલા મુકામે આવેલા તેઓના કુળદેવી માઁ ચામુંડાના દર્શન બાદ ખોડલધામ- કાગવડ અને મહાશિવરાત્રીના પાવન દિવસે ઉમા ટાઉનશીપ ખાતે આવેલ માઁ ઉમિયા મંદિર દર્શન કરી શિવાલય દર્શનયાત્રાનો પ્રારંભ કર્યો હતો..
શોભેશ્વર, અગનેશ્વર, કુબેરનાથ, નરસંગ ટેકરી, રામેશ્વર (અંકુર સોસા.) સત્યેશ્વર, સોમનાથ, બાદ જનકલ્યાણેશ્વર, રામેશ્વર (મોરબી-2),
શંકર આશ્રમ, પંચેશ્વર, જડેશ્વર, ત્રિલોકધામ, શનિમંદિર ધક્કાવાડી મેલડી માતા મંદિર દર્શન કરી કૃતાર્થતા અનુભવી હતી.. તમામ મંદિરોના મહંતશ્રીઓ અથવા પૂજારીશ્રીઓને શાલ ઓઢાળીને સન્માન કરાયું હતું.
દર્શન-યાત્રાના બીજા દિવસે વરિયા પ્રજાપતિ સમાજના આસ્થા કેન્દ્ર વરિયા માતાજી મંદિર, સો ઓરડી, સ્વામિનારાયણ મંદિર, સંસ્કારધામ. બાદ મચ્છુ નદીના કિનારે નિર્માણાધિન BAPS સ્વામીનારાયણ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી..
મોરબી: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે હિન્દુ અસ્મિતા મંચ મોરબી સાથે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા મોરબી જીલ્લા કલેકટર કચેરીએ ખાતે દોડી ગયા હતા અને ન્યાયની ગુહાર લગાવી હતી. તો જ્યારે પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓની દિકરીઓ પર થયેલ અત્યાચાર મુદ્દે જ્યારે પાટીદાર સમાજ દ્વારા કલેકટરને આવેદન પાઠવી ન્યાયની માંગણી કરી રહ્યા...
મોરબી,અમદાવાદ, ગાંધીનગર,મહેસાણા અને હિંમતનગરમાં એક સાથે તપાસ પૂર્ણ કરી દેવાતા તર્કવિતર્ક
મોરબીમાં ભાજપના પૂર્વ સંસદના વેવાઈને ત્યાં જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવત પરંતુ કોઈ કારણ સર દબાણવસ આ ઓપરેશનને બંધ કરવામાં આવ્યું હતું. તેનાથી ઘણા ખરા પ્રમાણમાં બે નામી વ્યવહારોનો આંકડો દબાઈ...
હળવદ તાલુકાના વેગડવાવ ગામ પાસે આવેલ જય ભવાની પેટ્રોલપંપમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને રૂપીયા ૧,૬૨,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
હળવદ તાલુકાના વેગડવાવ ગામે જય ભવાની પેટ્રોલપંપની ઓફીસમાં સાહેદ સુતા હતા ત્યારે એક નંબર પ્લેટ વગરની ગ્રે-કલરની મારૂરી સ્વીફ્ટ કારમાં અજાણયા ત્રણ ઇસમો આવી...