મોરબીની ન્યુ ઓમ શાંતિ વિધાલય ખાતે પોલીસ વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓની સેફટી માટે જાગૃતિ સેમીનાર યોજવામાં આવ્યો હતો
જે સેમીનારમાં જીલ્લા એસપી સુબોધ ઓડેદરા, એ ડીવીઝન પીઆઈ જે એમ આલ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓને સોશ્યલ મીડિયાના દુરુપયોગ સામે જાગૃત બનવા અનુરોધ કરાયો હતો શાળા અને કોલેજ જતી યુવતીઓના ફોન નંબર મેળવીને પજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીનીઓએ આવી કોઈ પ્રવૃતિઓ અંગે સજાગ રહેવા માટે જણાવ્યું હતું
ઉપરાંત મોબાઈલ રીચાર્જ કરાવતા સ્થળે મોબાઈલ નંબર આપવાનો રહેતો હોય છે જેથી મોબાઈલ રીચાર્જ ક્યાં કરાવવું તે અંગે પણ જાગૃત બનવા જણાવ્યું હતું અને અજાણ્યા વ્યક્તિ પાસે વિદ્યાર્થીનીઓનો મોબાઈલ નંબર ના પહોંચી જાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું
તેમજ આવારા તત્વો પજવણી કરતા હોય તો તુરંત વાઈઓ, શાળાના શિક્ષકો અથવા પોલીસનો સંપર્ક કરવા અંગે માહિતી પૂરી પાડી હતી જે જાગૃતિ સેમીનારનું પોલીસ વિભાગે આયોજન કરવા બદલ શાળાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલે પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.