બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે અને આ કેસની તપાસ હજી ચાલુ છે. સુશાંતે ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ વિશ્વને વિદાય આપી હતી. આટલા સમય પછી પણ તેના ચાહકોને વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે કે તે હવે આ દુનિયામાં નથી. તેનો પરિવાર, મિત્રો અને ચાહકો તેને યાદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવાનું ચાલુ રાખે છે. સુશાંત સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ હતો પરંતુ એક દિવસ સુશાંતે અચાનક જ પોતાની તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી દીધી ત્યારે તેના ચાહકો ચોંકી ગયા હતા. શું તમે જાણો છો કે તેણે આવું શા માટે કર્યું?
ઇન્સ્ટા પોસ્ટ્સ અચાનક ડીલીટ કરવામાં આવી હતી
સુશાંત સિંહ રાજપૂત ૨૦૧૯ માં હેડલાઇન્સમાં રહ્યો હતો જ્યારે તેણે અચાનક તેની બધી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ ડિલીટ કરી દીધી હતી. અભિનેતાએ આવું કર્યું તેનાથી તેના ચાહકોને આશ્ચર્ય થયું હતું, જોકે સુશાંત સિંહ રાજપૂતે પાછળથી એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે સોશિયલ મીડિયાની તમામ પોસ્ટ કેમ ડિલીટ કરી હતી.
અભિનેતાએ પોસ્ટ ડિલીટ કરવાનું આ કારણ જણાવ્યું હતું.
સુશાંત સિંહ રાજપૂતે આપેલા એક ઇન્ટરવ્યુમાં પોસ્ટ ડિલીટ કરવાનું સાચું કારણ જાહેર કર્યું હતું અને જણાવ્યું હતું કે, “હું હંમેશાં મારા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ મારા વાસ્તવિક વિચારો, મારા કામ અને મારા માટે નવી યોજનાઓના પ્રામાણિક દસ્તાવેજીકરણ તરીકે કરું છું, જેથી જ્યારે પણ મને તેની જરૂર પડે ત્યારે હું મારા વિચારોને તેમની ધારણાઓમાં પાછો શોધી શકું, અને તેમની મૂવમેન્ટને જોઈ શકું,”
સુશાંત સિંહ રાજપૂતના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે 2013માં ફિલ્મ ‘કાઈ પો છે!’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં સુશાંતના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. ‘કાઈપો છે!’ પછી તેણે ‘શુદ્ધ દેશી રોમાન્સ’, ‘પીકે’, ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેદારનાથ’ અને ‘છિછોરે’ જેવી મોટી ફિલ્મો કરી હતી. તેની આગામી ફિલ્મ ‘દિલ બેચરા’ ૨૪ જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થયેલી તેની ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું.