Thursday, November 21, 2024

IT Rules 2021: ટ્વિટરને સરકારની છેલ્લી ચેતવણી, નવા નિયમો તાત્કાલિક લાગુ કરો, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ભારત સરકારનું કહેવું છે કે 90 દિવસનો સમય આપ્યા પછી પણ, ટ્વિટર દ્વારા આઇટી નિયમોનો સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો નથી. ભારત સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટર દ્વારા હજી સુધી નોડલ સંપર્ક વ્યક્તિ અને ફરિયાદ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી, જ્યારે ટ્વિટરએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે તેણે નવા નિયમો લાગુ કર્યા છે અને ભારતમાં એક સ્થાનિક ફરિયાદ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક 28 મેના રોજ જ કરવામાં આવી હતી.

ભારત સરકારે છેલ્લી નોટિસ મોકલી
આ વિવાદ વચ્ચે ભારત સરકારે આજે 5 જૂનના દિવસે ટ્વિટર ઇન્ડિયાને અંતિમ નોટિસ મોકલીને તાત્કાલિક અસરથી સ્થાનિક ફરિયાદ અધિકારી અને નોડલ કોન્ટેક્ટ પર્સનની નિમણૂક કરવા અને સરકાર સાથે માહિતી શેર કરવા જણાવ્યું છે.

સરકારે કહ્યું છે કે નવા માર્ગદર્શિકા નિયમો ૨૬ મેથી અમલમાં આવ્યા છે. સોશિયલ મીડિયા કંપનીઓને પાલન માટે આપવામાં આવેલા ત્રણ મહિનાનો સમયગાળો પૂરો થયા બાદ પણ ટ્વિટરે ભારતમાં ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર, નોડલ કોન્ટેક્ટ પર્સન અને ફરિયાદ અધિકારીની નિમણૂક કરી નથી. ટ્વિટરના આ વલણને ધ્યાનમાં રાખીને ટ્વિટર પર અંતિમ નોટિસ મોકલવામાં આવી છે. જો ટ્વિટર આ નોટિસ બાદ પણ નવા નિયમનો અમલ નહીં કરે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર