Tuesday, December 3, 2024

પ્રિ-મોનસુન કામગીરી : ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈ વિભાગનો કંટ્રોલરૂમ શરુ , 31 ઓકટોબર સુધી કાર્યરત રહેશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આગામી ચોમાસાની ઋતુને લઈને ગિર સોમનાથ જિલ્લાના સિંચાઈ વિભાગ અને તાલુકા મામલતદારના કન્ટ્રોલરૂમ ધમધમતા થઇ ગયા છે. સોમનાથ વર્તુળ સિંચાઈના કાર્યપાલક ઇજનેર એ. પી. કલસરિયા અને મદદનીશ ઇજનેર ગાધેએ જણાવ્યું હતું કે, આગામી ચોમાસાની ઋતુમાં ભારે પુર કે પવનના પડકારોને પહોંચી વળવા સિંચાઈ વિભાગ સક્ષમ કટીબદ્ધ છે.1 જુનથી ફલડ અને સિંચાઇ ડેમનો કન્ટ્રોલ રૂમ ધમધમતો કરી દેવાયો છે જે 31 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. જિલ્લામાં મધ્યમ પ્રકારની 5 સિંચાઈ યોજના છે. જેમાં દરવાજાવાળા 3 અને દરવાજા વિનાના 2 ડેમ છે. અહીં 3 પાળીમાં આજથી જ ડ્યુટી ફાળવાઇ છે. જ્યાં દર 2 કલાકે વરસાદના આંકડા અને ઓવરફલોની વિગત નોંધાતી રહેશે. કેવા પ્રકારની કામગીરી કન્ટ્રોલરૂમ અને સમગ્ર સિંચાઇ વિભાગ ચોમાસામાં કાર્ય કરે છે તેની વિગત આપતા જણાવ્યું કે, ગીર-સોમનાથમાં પાંચ મધ્યમ સિંચાઇ યોજના છે, જેમાં ત્રણ ડેમના દરવાજા છે. જયારે બેના દરવાજા નથી. ત્રણ પાળીમાં આજથી જ ડયુટી ફાળવાઇ છે. જયાં દર બે કલાકે વરસાદ આંકડા તથા ઓવરફલો વિગત નોંધાતી રહેશે. સંદેશા વ્યવહાર માટે વાયરલેસ સેટ સજ્જ રહેશે.

ભારે પુર વખતે ડેમના દરવાજા ખોલવાની સીસ્ટમ અંગે જણાવ્યું કે, હિરણ-1 ડેમ સાસણ ગીર મધ્યમાં આવેલ છે, જે કુલ 44.20 મીટરે 100 ટકા ઓવરફલો થયો ગણાય, જેની ક્ષમતા ૭૧૪.૨૮૨ એમસીએફટી છે. આ ડેમને દરવાજા નથી એટલે ઓટોમેટીક વધારાનું પાણી ડેમ વટાવી આગળ વધે છે. એવી જ રીતે બીજો ડેમ હિ૨ણ-૨ તાલાલા નજીક ઉમરેઠી ગામ પાસે આવેલ છે. જેની કુલ કેપેસીટી ૭૧.૨૬ મીટર અને સંગ્રહ શક્તિ ૧૩૬૨.૫૦ એમસીએફટી છે, જેના સાત દરવાજા છે. કોડીનાર પાસે આવેલ સિંગવડા નદીનો ડેમ ૧૨૭૩ એમસીએફટી ક્ષમતા ધરાવે છે, જેને છ દરવાજા છે, જેનો પાણી પુરવઠા માટે જ ઉપયોગ થાય છે. જયારે ઉના પાસે આવેલ મછુન્દ્રીડેમની ક્ષમતા ૯૪૨ એમસીએફટી છે, જે ડેમને દરવાજા નથી.તાલાલા ગીર પંથકમાં બંધાયેલો હિરણ 2 ડેમ અને કમલેશ્ચર ડેમ 1959 મા બંધાયેલો છે જે 60 વરસમાં 20 વખત છલકાયો છે.1961 મા પ્રથમ વખત ઓવરફલો પછી 1970, 71, 79,80,83,88,89,92,94,2003,2004,05,06,07,08,10,2011,2013,2018,2019,2020 માં પણ છલકાયો છે.

બીજી બાજુ, ‘તાઉ-તે’ વાવાઝોડાના કારણે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં માછીમારોને પણ વ્યાપક નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો બાદ માછીમારો માટે પણ 105 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. માછીમારો માટે પ્રથમવાર રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું મોટાભાગના આગેવાનો પેકેજને આવકારી રહ્યા છે. તો કેટલાક આગેવાનો અને માછીમારો થયેલા નુકસાનની સામે રાજ્ય સરકારે આપેલી રાહતની અપૂરતી ગણાવી રહ્યા છે.માછીમારો માટે 105 કરોડના પેકેજની જાહેરાત બાદ જોવા મળ્યા મિશ્ર પ્રતિસાદ, કોઈએ આવકાર્યું, કોઈએ મજાક સમાન ગણાવ્યું . “ખોટો લઇ ન જાય અને સાચો રહી ન જાય” તે તકેદારી સાથે સહાયની રકમ ચુકવવા CM રૂપાણીએ અધિકારીઓને સૂચના આપી છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર