રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. જેમાં આજે શહેરમાં બપોર સુધીમાં 19 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42092 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 457 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે મંગળવારે 166 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં 24 કલાકમાં 2 દર્દીના મોત થયા છે. જોકે આ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.મૃત્યુઆંકમાં એપ્રિલ માસ સૌથી આકરો રહ્યો છે. રાજકોટમાં કોરોનામાં રિકવરી રેટ 98% તો મ્યુકોરમાઇકોસિસમાં હજુ માંડ 4% પર પહોંચ્યો, લાંબી સારવાર કારણભૂત, રોજ 9થી 10 નવા દર્દી દાખલ થઇ રહ્યા છે. રાજકોટમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસનો કહેર જોવા મળ્યો,રાજકોટમાં કોરોના બાદ બ્લેક ફંગસનું આક્રમણ, રોજ 30 દર્દીની ઓપીડી અને 18થી 20ની સર્જરી, 342 દર્દી ઓપરેશન માટે વેઇટિંગમાં છે.
સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન માટે 342 દર્દીઓનું લાંબુ વેઈટિંગ હોવાનું જાણવા મળ્યું છે. કોરોના બાદ બ્લેક ફંગસે માજા મૂકી છે. રોજ સિવિલમાં 30 દર્દીની ઓપીડી કરવામાં આવી રહી છે. તેમજ રોજના 18થી 20 દર્દીના ઓપરેશન કરવામાં આવે છે. રાજકોટમાં કુલ 655 દર્દી સારવાર હેઠળ છે.સિવિલમાં 500 બેડ ફુલ થતા સમરસમાં વ્યવસ્થા કરાઇ છે.40 ટકા દર્દી રાજકોટ શહેરના અને 60 ટકા ગ્રામ્ય વિસ્તારના છે. રાજકોટ તાલુકાના 44 ગામ, પડધરીના 14, લોધિકાના 14, જેતપુરના 4, ગોંડલના 20, કોટડાસાંગાણીના 23, જસદણના 23, વીંછિયાના 22, ઉપલેટાના 15 અને જામકંડોરણાના 4 ગામનો સમાવેશ થયો છે. જિલ્લાના 595 ગામમાંથી 410 ગામમાં કોરોનાના કેસ આવ્યા નથી, પરંતુ ત્યાં હજુ એક્ટિવ કેસ હોવાની સંભાવના છે. હાલ જિલ્લાના 145 ગામ સંપૂર્ણ કોરોનામુક્ત થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
બીજી બાજુ,કોરોનાની વૈશ્વિક મહામારી ગુજરાતમાં લાગુ પડી ત્યારથી સતત લોકડાઉન, અનલોક અને રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવી રહ્યું છે. બીજી તરફ ઉંચા કરવેરા અને મોંઘવારીના કારણે લોકોની આર્થિક હાલત અત્યંત કફોડી બની રહી છે. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરી છે કે, સવારના 8થી રાતના 8 વાગ્યા સુધી ધંધા-રોજગાર કરવાની લોકોને છૂટ આપવામાં આવે. તેમજ રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8 વાગ્યાના બદલે 10 વાગ્યાનો કરવામાં આવે.બપોર પછી 3 વાગ્યાનું લોકડાઉન દૂર કરો,જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયાકિનારાના સાગરખેડુ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પુન:બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 105 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે.