Friday, November 22, 2024

કોરોના મહામારી પછી મોંઘવારીનો માર, રાજકોટમાં સિંગતેલ ડબ્બાનો ભાવ 2600 સુધી પહોંચાડ્યો !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ વર્ષે સિઝન પૂરી થયા બાદ પણ લોકોને મોંઘા ભાવનું સિંગતેલ ખાવું પડ્યું છે. સામાન્ય રીતે આખું વર્ષ સિંગતેલ ભરવાની સિઝન જાન્યુઆરી સુધી જ ચાલતી હોય છે. સિઝન પૂરી થયાના ચાર માસ બાદ એટલે કે મે માસમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2630નો થયો હતો. જ્યારે માસના અંતે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.માત્ર 150 ઘટ્યો હતો. જ્યારે સનફ્લાવર તેલમાં રૂ.110નો ભાવ ઘટાડો જોવા મળ્યો હતો.આ વર્ષે પહેલીવાર એવું બન્યું હતું કે, સિંગતેલ કરતા સાઇડ તેલ જેમ કે સનફ્લાવર તેલના 10 કિલો ડબ્બાનો ભાવ વધુ હતો. 10 કિલો સિંગતેલનો ડબ્બો પહેલા 1600નો હતો. ત્યારે સનફ્લાવર તેલના ડબ્બાનો ભાવ રૂ.1800 થયો હતો. જે- તે સમયે સોયાબીનનો ભાવ રૂ.1550 હતો તેનો ભાવ અત્યારે રૂ.1350 બોલાઈ રહ્યો છે. પામોલીન તેલનો ભાવ રૂ.1450 હતો તેનો ભાવ અત્યારે 1250 એ પહોંચીને સ્થિર થયો છે. જ્યારે સનફ્લાવર તેલમાં રૂ.100નો ઘટાડો આવતા તેનો ભાવ રૂ.1700 અને સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1350-1400નો થયો છે. સોમવારે સિંગતેલનો ડબ્બો 2480 અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2440 થયો હતો.

બીજી બાજુ,બેડી યાર્ડ ખુલ્યાના 10 દિવસ બાદ જણસીની આવક સ્વીકારવા અને સમાવવા અંગે હજુ કોઇ ચોક્કસ વ્યવસ્થા નક્કી નથી થઇ. એક માસ પછી યાર્ડ ખૂલતાની સાથે જ ખેડૂતો પોતાની જણસી લઈને આવી રહ્યા છે. ગત સપ્તાહે કાળા તલની રેકોર્ડબ્રેક આવક થયા બાદ સોમવારે ઉઘડતી બજારે લસણની આવક થઈ હતી. એક જ દિવસમાં 11 લાખ કિલો લસણની આવક થઈ હતી.ચોમાસું નજીક આવી રહ્યું છે. ત્યારે પોતાની જણસી સમયસર વેચાઈ જાય તે માટે ઠેરઠેરથી ખેડૂતો આવી રહ્યા છે. સાપ જતો રાજ્ઞા પરંતુ લિસોટા રહી ગયા જેવો ઘાટ સર્જાયો છે તેવું કહી શકાય. સૌરાષ્ટ્રમાં તાઉ-તે વાવાઝોડું આવ્યાને 14 દિવસ થવા છતાં હજુ 191 ગામડાંમાં વીજળી ગુલ હોવાને કારણે અંધારપટ છવાયેલો છે. ગામડાંના લોકો બાઈકની બેટરીમાંથી એકસાથે બેથી વધુ મોબાઈલ ચાર્જ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના ઉના, ગીરગઢડા, જાફરાબાદ સહિતનાં ગામોમાં પણ લોકો બાઈકની બેટરીમાંથી અથવા નજીકનાં જે ગામોમાં જનરેટર મુકાયાં છે ત્યાં જઈને પોતાના મોબાઈલ ચાર્જ કરી રહ્યા છે. ગ્રામજનો કહે છે કે બાઈકની બેટરીમાંથી ડીસી ચાર્જરના પ્લસ અને માઈનસ પોઈન્ટ બેટરી સાથે કનેક્ટ કરવાથી મોબાઈલ ચાર્જ કરી શકાય છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર