કોરોનાવાયરસ કરતાં હાલ બ્લેક ફંગસનો કહેર વધી રહ્યો છે. દિવસે દિવસે ફંગસના વધતા નવા કેસ સામે આવી રહ્યા છે, ક્યારેક બ્લેક ફંગસ,વ્હાઇટ ફંગસ અને યેલો ફંગસએ લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. આ ફંગસ ખોરાક અને શ્વાસ દ્વારા માનવ શરીરમાં પ્રવેશ કરે છે. નાકના વાળ આ ફંગસને રોકવાનું કામ કરે છે, જો ફંગસ નાકમાં અટકી જાય તો આપણા નાકમાં થોડી ખંજવાળ આવે છે અને આપણે તેને દૂર કરીએ છીએ. જો રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો શરીર ફંગસના બીજને બહાર કાઢવામાં સક્ષમ નથી રહેતું. જ્યારે તે શરીરની અંદર પહોંચે છે ત્યારે સ્પોર્સ વધવા લાગે છે. તે શરીરની અંદર સુધી પહોંચે છે અને ફંગસ વિવિધ સ્વરૂપોમાં બહાર આવે છે. કોરોનાના આ મુશ્કેલ સમયગાળામાં ફંગસની બાબતે પણ સતર્ક રહેવાની જરૂર છે. આ ફંગસને ઓળખવી ખૂબ જ જરૂરી છે. આ ફંગસને વિવિધ પ્રકારના ટેસ્ટ કરીને ઓળખવામાં આવે છે.
ચાલો આપણે જાણીએ કે ફંગલ ઇન્ફેક્શનને શોધવા માટે કયા ક્યાં ટેસ્ટ કરી શકાય છે.
ડાયરેક્ટ KOH માઇક્રોસ્કોપી:
આ ટેસ્ટમાં ફંગસ માઇક્રોસ્કોપીમાં જોવા મળે છે. તેમાં એક ચોક્કસ પ્રકારના ડાયની મદદ લેવામાં આવે છે, જે બતાવે છે કે ઇન્ફેક્શન કેટલું ફેલાયું છે. આ ટેસ્ટનો રિપોર્ટ તે જ દિવસે મળે છે. ટેસ્ટ કરાવવાનો ખર્ચ રૂ.150-500 સુધીનો છે.
ઇસોફેગલ (અન્નનળીની) એન્ડોસ્કોપી:
જો ઇન્ફેક્શન અન્નનળી અથવા આંતરડામાં હોય, તો અન્નનળીની એન્ડોસ્કોપીની જરૂર પડે છે. આ ટેસ્ટ કરાવવા માટે ચાર હજાર રૂપિયા લાગે છે. આ ટેસ્ટનો રિપોર્ટ પણ તે જ દિવસે આવી જાય છે.
નેજલ (નાક) એન્ડોસ્કોપી:
જો ચેપ નાકમાં હોય કે અંદર હોય તો નાકની એન્ડોસ્કોપી કરવામાં આવે છે, જેની કિંમત 2-3,000 રૂપિયા હોય છે.
એમઆરઆઈ (MRI) :
જો ચેપ મગજમાં હોય તો તેને શોધવા માટે એમઆરઆઈ કરવામાં આવે છે. તે કરાવવા માટે 8-10 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, તે જ દિવસે રિપોર્ટ મળે છે, જે દિવસે ટેસ્ટ કરાવ્યો હોય.
CT SCAN (સીટી સ્કેન) :
જો ફેફસાં અને શ્વાસનળીમાં ચેપ હોય તો સીટી સ્કેન દ્વારા ચેપને શોધી શકાય છે. ટેસ્ટ કરવા માટે 4-6 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.
ફંગલ કલ્ચર :
કેન્સરના દર્દીઓમાં ફંગલ ચેપની તપાસ માટે ફંગલ કલ્ચર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટ કરવાની કિંમત સેમ્પલ પર આધાર રાખે છે. જો ટિશ્યુથી ટેસ્ટ કરવાનું હોય તેની કિંમત 1200 રૂપિયાની નજીક છે.
