Friday, November 22, 2024

બાબા રામદેવ વિરુદ્ધ ડોક્ટરોમાં વધ્યો રોષ, રામદેવની ધરપકડની માંગ સાથે ડોકટરો આજે બ્લેક ડે ઉજવશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

યોગ ગુરુ બાબા રામદેવ અને આઈએમએ વચ્ચે ચાલી રહેલો વિવાદ વધી રહ્યો છે. ઉત્તરાખંડમાં બાબાની ધરપકડની માંગ સાથે ખાનગી અને સરકારી ડોકટરો 1 જૂને એટલે કે આજે બ્લેક ડે ઉજવશે. આ દરમિયાન તે કાળી પટ્ટી બાંધીને કામ કરશે. સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ પણ આંદોલનમાં જોડાશે. પ્રાંતીય તબીબી અને આરોગ્ય સેવા સંઘે આરોગ્ય કર્મચારીઓને અપીલ કરી છે કે તેઓ પતંજલિના તમામ ઉત્પાદનોનો બહિષ્કાર કરે અને તેમના સંબંધીઓને આવું કરવા માટે પ્રેરિત કરે. વળી ઝારખંડ અને ગુજરાતમાં પણ બાબા રામદેવ વિરુદ્ધ ડોક્ટરો સંગઠિત થયા છે. જણાવી દઈએ કે આઈએમએની ઉત્તરાખંડ શાખાએ બાબા રામદેવ સામે 1,000 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી દીધી છે. બાબા સામે કેસ નોંધવાની માંગ સાથે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર પણ લખવામાં આવી રહ્યો છે. રેસિડેન્ટ ડોકટરોની સૌથી મોટી સંસ્થા ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોકટર્સ એસોસિએશન ઇન્ડિયા (ફોર્ડા)એ હવે 1 જૂન (આજે) બ્લેક ડે ઉજવવાની જાહેરાત કરી છે. આઇએમએ પ્રદેશ મહાસચિવ ડો.અજય ખન્નાએ જણાવ્યું હતું કે, આ આંદોલનમાં મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોકટરો સામેલ છે. ડો.ખન્નાના જણાવ્યા અનુસાર બાબા રામદેવ સરકારના કહેવાથી સતત ડોકટરોનું અપમાન કરી રહ્યા છે.

ગુજરાત અને ઝારખંડમાં પણ ડોકટરોએ રેલી કરી

સોમવારે આઇએમએ રાંચીએ કહ્યું હતું કે તે બાબા રામદેવને કાનૂની નોટિસ મોકલશે. ગુજરાતમાં પણ તબીબોનું પ્રતિનિધિત્વ કરતી મોટી સંસ્થાઓએ સોમવારે અમદાવાદ પોલીસને યોગ ગુરુ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી.

અમે એલોપેથીની વિરુદ્ધ નથી- બાબા રામદેવ

બીજી તરફ યોગ ગુરુ બાબા રામદેવ નું કહેવું છે કે અમારું અભિયાન એલોપેથી અથવા એલોપેથિક ડોકટરોની વિરુદ્ધ નથી. અમારું અભિયાન ડ્રગ માફિયાઓ સામે છે, જેઓ બે રૂપિયાની કિંમતની દવાઓ 2,000 રૂપિયામાં વેંચે છે. ડ્રગ માફિયાઓ સામેની ઝુંબેશ ચાલુ રહેશે. આયુર્વેદની ઉપેક્ષા અને અપમાનિત કરવાનો કોઈ પ્રયાસ સહન કરવામાં આવશે નહીં.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર