તમામ સોશિયલ મીડિયા કંપનીઓ ફેક ન્યૂઝને રોકવા માટે તેમના સ્તરે પ્રયાસો કરી રહી છે. સમયાંતરે ટેક કંપનીઓ નવા નવા ટુલ્સ લઈને આવે છે જેનો ઉપયોગ ફેક ન્યૂઝ સામે લડવા માટે થાય છે, પરંતુ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝમાં ઘટાડો થતો નથી. આ જ કડીમાં ફેસબુકે હવે એક નવું અપડેટ બહાર પાડ્યું છે જે તમને ફેસબુક પેજ વિશે અગાઉથી ચેતવણી આપશે જે ઘણીવાર પેજ પર ફેક ન્યૂઝ શેર કરે છે. ફેસબુકે પોતાના બ્લોગમાં કહ્યું છે કે જો તમને પેજ લાઈક કર્યું હોય કે લાઈક કરવાના હોય અને તે પેજ પરથી સતત ફેક ન્યૂઝ શેર થઇ રહયા હોય તો ફેસબુક તમને પોપઅપ નોટિફિકેશન દ્વારા જાણ કરશે. નોટિફિકેશનમાં repeatedly shared false information લખ્યું હશે. ત્યારબાદ તમને બે વિકલ્પો મળશે જેમાં go back અને follow page anyway સામેલ છે.
નોટિફિકેશન સાથે તમને learn more વિકલ્પ પણ જોવા મળશે જેના પર ક્લિક કરીને તમે પેજ અને ફેક ન્યૂઝ વિશે વધુ જાણી શકશો. ફેસબુકે એમ પણ કહ્યું છે કે તે ફેસબુક પેજ પર દંડ લાદવા જઈ રહ્યું છે જે સતત બનાવટી પોસ્ટ્સ અને સમાચાર શેર કરી રહ્યા છે. પોપઅપ નોટિફિકેશનમાં ફેક્ટ ચેકર લેખ પણ દર્શાવવામાં આવશે. ફેસબુક આવા પેજ પરથી શેર કરેલી પોસ્ટ્સની પહોંચ પણ ઘટાડશે અને આવા પેજ ન્યૂઝ ફીડ્સમાં ભાગ્યે જ જોવા મળશે. ફેસબુકે મેસેન્જરમાં ફોરવર્ડ મેસેજ લેબલ, ફેક્ટ ચેક વગેરે સહિત ફેક ન્યૂઝ સામે લડવા માટે અનેક ટૂલ્સ રજૂ કર્યા છે. ફેક ન્યૂઝના કારણે જ ફેસબુકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કાયમ માટે પ્રતિબંધ મૂક્યો છે.