Friday, November 22, 2024

રાજકોટ પર વધુ એક સંકટ, બ્લેક ફંગસ બાદ હવે એસ્પરઝિલોસીસ ફૂગનું આક્રમણ,રાજકોટ સિવિલમાં 100થી વધુ કેસ !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોરોના પોતાની સાથે અનેક રોગને નિમંત્રણ આપી રહ્યો છે. કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ, ગેંગરીન અને હવે મ્યુકોરમાઇકોસિસની સાથે એસ્પરઝિલોસીસ નામની ફૂગે દર્દીના શરીરમાં પ્રવેશ કર્યો છે. રાજકોટના ફેફસાંના નિષ્ણાત ડો.નીરજ મહેતાએ જણાવ્યું હતું કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ ફૂગના 100થી વધુ દર્દી સારવાર લઇ રહ્યા છે. કોરોના બાદ 20થી 40 દિવસ પછી દર્દીઓને આ ફૂગ થવાની શક્યતા રહે છે.કોરોના પછી દર્દીઓમાં એસ્પરઝિલસના કેસ બમણા થયા. સિવિલમાં 400 દર્દીઓથી 20 ટકા દર્દીઓને એસ્પરઝિલોસીસ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન થયું છે. સામાન્ય દિવસોમાં પણ એસ્પરઝિલસના કેસ નોંધાતા હતા. જોકે હવે કોરોના પછી દર્દીઓમાં એસ્પરઝિલોસીસના કેસ બમણા સામે આવી રહ્યા છે, સાથે સાથે એસ્પરઝિલોસીસ ફૂગથી ફેફસાંમાં ફેલાતા પોસ્ટ કોવિડ ઈન્ફેક્શનના પ્રમાણમાં પણ બે ગણો વધારો થયો છે.આવા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઇ રહ્યા છે. મ્યુકોરમાઇકોસિસ જેટલું ઘાતક નથી, પરંતુ એની વહેલી તકે સારવાર કરાવવી જરૂરી છે, નહિ તો એસ્પરઝિલોસીસ પણ ઘાતક સાબિત થઇ શકે છે.

એસ્પરઝિલોસીસ ફૂગના રોગની સારવાર મોટા ભાગે હોરિકોનાઝોલ ટેબ્લેટથી જ થઈ જતી હોય છે. એની એક ટેબ્લેટની કિંમત અંદાજિત 700થી 800 રૂપિયા છે. આ ટેબ્લેટ દિવસમાં બે વખત લેવાની રહે છે. સામાન્ય રીતે એસ્પરઝિલસની સારવાર 21 દિવસ સુધી ચાલે છે. ઉલ્લેખનીય છે કે મ્યુકોરમાઇકોસિસની સારવાર કરતાં એસ્પરઝિલસ સારવારમાં ખર્ચ ઓછો રહે છે.એસ્પરઝિલોસીસની અંદર ન્યુમોનિયા જેવાં જ લક્ષણો જોવા મળતાં હોય છે. જેમાં દર્દીને તાવ આવવો, કફ ભરાય જવો અને કફમાં લોહી આવવું જેવાં લક્ષણો જણાતાં હોય છે તેમજ કફનું સેમ્પલ લીધા બાદ રિપોર્ટ કરવામાં આવે છે અને એસ્પરઝિલોસીસ છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે હોય છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, અસ્થમા હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય તેવા લોકોને એસ્પરઝિલસ થવાના ચાન્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે.બીજી બાજુ રાજકોટનું ત્રંબા કોરોનામુક્ત બન્યું, 15 દિવસથી એકપણ કેસ ન નોંધાયો.અત્યાર સુધીમાં 400 લોકોને કોરોના થયો હતો જયારે ગામમાં 70 ટકાથી વધુ રસીકરણ થઇ ગયું છે.

રાજકોટ શહેરમાં 24 કલાકમાં 3 દર્દીના મોત થયા છે. મૃત્યુઆંક ઘટતા આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે. જોકે આ મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 5 દર્દીના મોત થયા હતા તે પૈકી 1 દર્દીનું જ કોરોનાથી મોત થયાનું ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર