કોરોના વાયરસની ઉત્પત્તિ હજી પણ એક રહસ્ય છે. વાયરસ કેવી રીતે અને ક્યાંથી ફેલાયો તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. શું તે કુદરતી છે કે તેને લેબમાં બનાવવામાં આવ્યું હતું? તેવા સવાલો પણ ઉભા થયા છે જોકે, ઘણા નિષ્ણાતો દાવો કરે છે કે ચીનમાં આ વાયરસનો ઉદ્ભવ થયો છે. આ દરમિયાન અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ મોટો દાવો કર્યો છે કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (ડબલ્યુઆઇવી) તેના નાગરિક અનુસંધાનની સાથે સાથે લશ્કરી પ્રવૃત્તિઓમાં રોકાયેલી હતી. આ સિદ્ધાંતની એક નવી તપાસની વચ્ચે કોવિડ રોગચાળો લેબમાંથી જન્મ્યો હતો.
પોમ્પિયોએ કહ્યું કે, “હું ખાતરીપૂર્વક કહી શકું છું કે અમે જાણીએ છીએ કે તેઓ તે લેબની અંદર પીપલ્સ લિબરેશન આર્મી સાથે સંકળાયેલા પ્રયાસોમાં રોકાયેલા હતા.” તેથી ચીને જે દાવો કર્યો હતો તેની સાથે લશ્કરી પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી, તે ફક્ત સારું જૂનું નાગરિક સંશોધન હતું ”
યુકે અને નોર્વેના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ચીનના વૈજ્ઞાનિકોએ વાયરસની કૃત્રિમ ઉત્પત્તિને છુપાવવા માટે અનેક ફેરફારો પણ કર્યા છે. બ્રિટિશ પ્રોફેસર એંગસ ડલગ્લીશ અને નોર્વેના વૈજ્ઞાનિક અને ઉદ્યોગસાહસિક ડો. બર્જર સોરેન્સને અભ્યાસ બાદ દાવો કર્યો હતો કે વુહાન લેબના વાયરસ નિષ્ણાતોએ તેને બનાવવા માટે બાદમાં પોતાની કરતૂતના સબૂત મિટાવવા માટે રિવર્સ એન્જિનિયરિંગથી તેનું નવું સ્વરૂપ પેદા કર્યું, જેથી તે કુદરતી રીતે ચામાચીડિયાથી બન્યું હોય તેવું લાગે. બ્રિટિશ દૈનિકમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ચીનના વૈજ્ઞાનિકોએ તેમના દેશની ગુફામાં મળી આવેલા ચામાચીડિયામાં જોવા મળતા કુદરતી વાયરસમાં સ્પાઇક્સ ઉમેર્યા હતા. આનાથી તે અત્યંત જીવલેણ અને ઝડપથી ફેલાતા નવા કોરોના વાયરસમાં ફેરવાઈ ગયું વૈજ્ઞાનિકોએ યુ.એસ. માં શરૂ કરવામાં આવેલા ગેઇન ઓફ ફંક્શન નામના પ્રોજેક્ટનો હવાલો આપ્યો હતો. જેમાં કુદરતી રીતે ફેલાતા વાયરસને વધુ ચેપી બનાવવાનું કાર્ય શામેલ હતું. ૨૦૧૪ માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા આ પ્રોજેક્ટને ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યો હતો.
ચીને નિષ્પક્ષ તપાસ હાથ ધરવાના પ્રશ્નનો ઇનકાર કર્યો
હકીકતમાં, ચીને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (ડબલ્યુઆઇવી)ના કોવિડ લિક થવાના આરોપોની નિષ્પક્ષ તપાસને મંજૂરી આપતા પ્રશ્નનો સ્પષ્ટ પણે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. ચીન પાસે ગયા અઠવાડિયે સ્વતંત્ર તપાસ કરવાની પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ તપાસ હાથ ધરવાના પ્રશ્ન પર તે મૌન રહ્યું હતું. જોકે, ચીનના સંશોધકોએ દાવો કર્યો છે કે આ સંક્ર્મણ પેંગોલિન (એક પ્રકારની ગરોળી) થી વ્યક્તિ સુધી પહોંચ્યો હોય.